ઉત્સવ

આકાશ મારી પાંખમાં : ટેક યોર ગિફટ, નિકી

  • કલ્પના દવે

આજે મુંબઈના પરામાં આવેલી ગ્લોબલ ઈંટરનેશનલ સ્કૂલના એસેમ્બલી હોલમાં ધોરણ-1 અને ધોરણ-2નાં વિદ્યાર્થીઓનીસભા છે. મેરી મેડમે ક્રિસમસ પાર્ટી રાખી છે. એસેમબ્લી હોલને આજે જાતજાતના તોરણ અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો.

રેડ અને વ્હાઈટ ડ્રેસમાં સજ્જ બાળકોએ માથે લાલ ટોપી પહેરી છે. ખભા પર નાની હેન્ડ બેગ લટકાવી છે. મેહુલે બાજુમાં બેઠેલી નિકીને કહ્યું:- ‘નિકી, હું તો સાન્ટા સાથે સેકહેન્ડ કરીશ. એ મને ચોકલેટ આપશે ને તે મારી કેપમાં સંતાડી દઈશ.’
નિકીએ કર્હ્યું:- ‘મારે તો સાન્ટા પાસે એની સ્ટોરી સાંભળવી છે. અને હું સાન્ટાને ગોપાલની સ્ટોરી કહીશ.’ ‘તારે ચોકલેટ નથી જોઈતી?’

‘એ તો બધાને આપશે જ, મને પણ આપશે. પણ, એના નોર્ધન દેશની વાત, લોર્ડ જિસસની સ્ટોરી મારે સાંભળવી છે. હું સાન્ટાને આપણા મખ્ખન ચોર ગોપાલની વાત કહીશ.’ ‘આપણે સાન્ટા જોડે ડાન્સ કરીશું ખૂબ મજા આવશે.’ મેહુલ અને નિકી બોલી ઊઠ્યા.

ત્યાં જ રેડ એન્ડ વ્હાઈટડ્રેસમાં આકર્ષક દેખાતા મેરી મેડમે કહ્યું:- ‘ગુડ મોર્નીંગ સ્ટુડંટ્સ. લેટ અસ એન્જોય અવર ક્રિસમસ પાર્ટી.બધા વિદ્યાર્થીઓ સભાખંડમાં ગોઠવાઈ ગયા. મેરી ક્રિસમસ ટુ એવરી વન.’ મેડમે મધુર સ્મિત આપતાં કહ્યું.

સ્ટેજ પર જમણી બાજુએ એક મોટું ક્રિસમસ ટ્રી શણગારવામાં આવ્યું હતું. સ્ટેજની વચ્ચે મૂકેલા મોટા સ્ક્રીન પર સાન્ટાનું બોર્ડ મૂકયું હતું. આઠમા ધોરણમાં ભણતા રાજેશે ક્રિસમસના પરેડનો વીડિયો શો શરૂ કર્યો. પરેડમાં મીકીમાઉસ અને સાન્ટાને ડાન્સ કરતા જોઈ સભાખંડમાં કેટલાક છોકરાંઓ પણ નાચવા લાગ્યા. પરેડની એક મોટી વાનમાં મૂકેલા ક્રિસમસ ટ્રીના ટોચ પર એક ગોલ્ડન સ્ટાર ઝળકતો હતો. નિકીએ મેરી મેડમ પાસે જઈને કહ્યું- મિસ, આય વોન્ટ ધીસ ગોલ્ડન સ્ટાર-

‘ઓ.કે યુ આસ્ક સાન્ટા- ‘વીલ સાન્ટા મીટ મી? વીલ હી ગીવ મી બીગ ગોલ્ડન સ્ટાર.’
‘યસ, આય વીલ કોલ સાન્ટા, બટ વોટ યુ વીલ ગીવ ટુ સાન્ટા?’ ‘મિસ, આય વીલ ટેલ હીમ સ્ટોરી ઓફ ગોપાલ.’
‘ઓ.કે. ગુડ.’
સાન્ટાનો મિકીસ પરેડ શો પૂરો થયા પછી મેરી મેડમ સ્ટેજ પર આવ્યાં ને કહ્યું:- ‘સો ડીયર સ્ટુડન્ટસ ડીડ યુ એન્જોય ધ શો?’ યસ, યસ મિસ. ‘લેટ અસ ટોક અબાઉટ યોર એક્ષપીરંયસ. તમારા ઘરે તમે ક્રિસમસ ટ્રી કર્યું છે ? કોણે કર્યું છે? તમે એમાં હેલ્પ કરો છો?’

‘મેમ, યસ એવરી યર મારા ઘરે અમે ક્રિસમસ ટ્રી મૂકીએ છીએ. નિકી એ કહ્યું, ‘મિસ, મારા ઘરે તો અમે ગણેશ ફેસ્ટીવલ અને ગરબામાં અંબામાતાની પૂજા પણ કરીએ છીએ. માય મોમ એન્ડ ડેડ ડુઈંગ ઓલ પૂજા.’ નિકીએ કહ્યું.
‘ધેટ સ, ગ્રેટ. હાવ ડુ યુ હેલ્પ યોર મોમ?’

‘આય એરેન્જ કલર બોલ્સ ઈન ટ્રી. મોમ ડેકોરેશન કરે, મારા ડેડી ટ્રીના ટોપ પર સ્ટાર લગાડે. આય પુટ સમ ચોકલેટ્સ ઓન ધ બ્રાન્ચીસ.’ નિકીએ હરખભેર કહ્યું.

‘મિસ, મને તો ચોકલેટસ,કેક ખાવી ખૂબ ગમે છે. પણ, આપણે ચર્ચમાં, મોલમાં, સોસાયટીમાં અને આપણા ઘરમાં બધે ક્રિસમસ ટ્રી શા માટે મૂકીએ છીએ? આર્યને પૂછયું. ‘આર્યન, આ ખ્રીસ્તી ધર્મનો ખૂબ મોટો ફેસ્ટીવલ છે. ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈશુ ખ્રિસ્તે બેથ્લેમમાં (નોર્થપોલ-પશ્ચિમદેશમાં) 25મી ડિસેમ્બરે જન્મ લીધો હતો. દેવીતત્ત્વ ધરાવતા ઈશુની માતાનું નામ મેરી અને પિતાનું નામ જોસેફ હતું. ભગવાન ઈશુએ લોકોને પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ આપ્યો. ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈશુ સન ઓફ ગોડ- સેવિયર કહેવાય છે.

લાઈક અવર ગોપાલ- એન્ડ ગણપતિબાપા? મેહુલે કહ્યું. મેમ, આ ક્રિસમસ ટ્રી શા માટે ડેકોરેટ કરવાનું? આર્યને પૂછ્યું. સાન્ટાક્લોઝ આપણને ચોકલેટ, ગિફટ આપે. હી ગીવ બ્લેસીંગસ ઓફ ગોડ. હું જયારે નાની હતી ત્યારે ડેડી કહેતા ગો ટુ સ્લીપ, સાન્ટાકલોઝ વીલ કમ એન્ડ પુટ સમ ગિફટ ફોર યુ. અને સાચે જ સવારે ક્રિસમસ ટ્રી પાસે ચોકલેટ-ગીફટ હોય જ. નિકીએ કહ્યું.

પણ, આવું ઝાડ ઈન્ડિયામાં તો નથી થતું, આપણે આવા જ ટ્રીમાં ડેકોરેશન કરીએ છીએ. આ જ ઝાડ કેમ મૂકવાનું- મેહુલે પૂછયું.

નિકીએ કહ્યું કે નોર્ધન કંટ્રીમાં આ ટ્રી થાય છે. એ એવરગ્રીન રહે છે. એ સમૃધ્ધિ અને સુખ આપે છે. આપણે પણ ઘરમાં આવું જ ટ્રી રાખીએ તો સાન્ટાને લાગે કે આ મારું ઘર છે અને આપણને ગીફટ આપે. બ્લેસીંગસ આપે.

વેરી ગુડ નિકી. લગભગ 13મી સદીથી શરૂ થયેલો આ કિસમસ ટ્રી નો ફેસ્ટીવલ આપણે જિસસના બર્થ ડે સાથે મનાવીએ છીએ. ધ કીંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન અસ. સો ઑલવેઝ પ્રે ગોડ. મેરી મેડમે કહ્યું.
પણ, મેમ ટ્રીના ટોપ પર મોટો સ્ટાર કેમ હોય છે? નિકીએ પૂછયું.

નિકી ગુડ કવેશ્ર્ચન- આ ટોપ પર મૂકેલો મોટો સ્ટાર એ એન્જલ- એટલે કે નાની પરી છે, જે વધામણી આપે છે કે ભગવાન ઈશુ- જિસસ ક્રાઈસ્ટનો જન્મ થયો છે. બધા કહે છે- હેપી ક્રિસમસ- મેરી ક્રિસમસ મેડમ સાથે બધા છોકરાંઓ બોલ્યા- મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ.

ત્યાં જ સાચે સાચ સાન્ટા આવ્યો. મ્યુઝીક ચાલુ થયું. સાન્ટા બધાને ચોકલેટસ અને ગીફટ આપવા લાગ્યો.
મેમ, આ સાન્ટા કોણ છે- એ કયાંથી આવે છે? નિકીએપૂછયું.
નિકી, લગભગ 1200 વર્ષ પહેલાં નિકોલસ નામે એક સંત પાદરી હતા. તેઓ ખૂબ પ્રેમાળ, ઉદાર અને ધર્મિષ્ઠ હતા. તે ગુપ્ત રીતે બાળકોને, ગરીબોને ગિફ્ટ આપતા. જેને બધા સાન્ટાકલોઝ કહેતા. એવું માનવામાં આવે છે કે આજે પણ જયાં ક્રિસમસ ટ્રી હોય ત્યાં સાન્ટા ગિફટ આપવા આવે છે. મેમે કહ્યું.

આ પણ વાંચો…ફોકસ : નવા વર્ષનાં તમારાં શું છે રેઝોલ્યુશન?

સાન્ટા. મારી સ્ટોરી સાંભળ અને મને ગિફટ આપ. નિકીએ કહ્યું, ત્યારે સાન્ટા મોટી ખુરશીમાં બેઠો. બધા શાંત થઈ ગયા. મારા ડેડીએ એક સ્ટોરી કહી હતી કે ગોપાલના જન્મ પછી બેડમેન મામા કંસથી બચાવવા એમના પિતા વસુદેવજી નાના ગોપાલને ટોકરીમાં મૂકીને નંદબાબાને ઘેર લઈ ગયા હતા. એ જ રીતે આ દૈવીઅંશ જિસસનો જન્મ બેથલ્હેમની ગુફામાં એક ઘાસના ગમાણમાં થયો. જેમણે આખા વિશ્ર્વને માનવતાનો, કરૂણાનો અને ક્ષમાનો સંદેશ આપ્યો છે.

વેરી ગુડ કમ્પેરીશન. બધા જ ધર્મમાં ઈશ્વર અવતાર લે છે. ટેઈક યોર ગિફ્ટ, -નિકી. મેરી ક્રિસમસ ટુ ઑલ. સાન્ટાએ કહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button