વેપાર

ઝાયડસ વેલનેસના એકમને રૂ. 56.33 કરોડની જીએસટીની ડિમાન્ડ નોટિસ

નવી દિલ્હી: ઝાયડસ વેલનેસે આજે જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ માલિકીના એકમને ટેક્સ ઑથોરિટી તરફથી વ્યાજ અને દંડાત્મક રકમ સાથે રૂ. 56.33 કરોડની જીએસટીની ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીની સંપૂર્ણ માલિકીની ઝાયડસ વેલનેસ પ્રોડક્ટ્સ લિ. ને ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ ઈન્ટેલિજન્સના સુરત ઝોનલ યુનિટમાંથી વ્યાજ અને પેનલ્ટી સાથે રૂ. 56.33 કરોડની ચુકવણી માટે ડિમાન્ડ નોટિસ મળી હોવાનું કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે.

Also read: Popcorn GST: પોપકોર્ન પર હવે લાગશે ત્રણ પ્રકારના ટેક્સ, ફ્લેવર અને પેકેજિંગ મુજબ દર નક્કી

ડિમાન્ડ નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હેઈન્ઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. જે હવે ઝાયડસ વેલનેસ પ્રોડક્ટ્સ લિ.માં મર્જ થયું છે તેમાં હેઈન્ઝ એસ.પી.એનાં બૌદ્ધિક સંપદા અધિકારો હસ્તગત કરવા સંબંધે જીએસટીની ચુકવણી કરવાની થાય છે. ઝાયડસ વેલનેસ પ્રોડક્ટ્સ લિ.(ઝેડડબ્લ્યુપીએલ)નું માનવું છે કે આ કેસમાં મજબૂત યોગ્યતા છે અને ઝેડડબ્લ્યુપીએલ સૂચનાની વિગતવાર સમીક્ષા કરીને આગળના પગલાં ભરવા બાબતે મૂલ્યાંકન કરી રહી હોવાનું ફાઈલિંગમાં ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button