Israel ના યમન એરપોર્ટ પરના હુમલામાં WHO ના વડા નો આબાદ બચાવ, શેર કર્યો Video
નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થય સંગઠન ( WHO) ના વડા ટેડ્રોસ અદનોમ ગ્રેબેહેસુસે શનિવારે દાવો કર્યો હતો કે તેઓ યમનની રાજધાની સનાના એરપોર્ટ પર ઈઝરાયેલના(Israel) હવાઈ હુમલામાં બચી ગયા હતા. ટેડ્રોસે મીડીયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ગુરુવારે થયેલા હુમલાનો અવાજ હજુ પણ તેમના કાનમાં ગુંજી રહ્યો છે. તેમણે કહ્યું કે તે સના એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નાગરિકોની સુરક્ષા માટેની જોગવાઈઓનું સન્માન કરવું જોઈએ.
હુતી બળવાખોરોના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.
ઈઝરાયેલે ગુરુવારે સનાના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓ અંગે ઈઝરાયેલે કહ્યું હતું કે તેઓ બળવાખોરોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલો 19 ડિસેમ્બર પછી બીજી વખત થયો હતો, જ્યારે ઇઝરાયેલે યમનમાં હુતી બળવાખોરોના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.
અવાજ એટલો જોરદાર હતો કે હું સુન્ન થઈ ગયો
આ હુમલાનો ઉલ્લેખ કરતાં ટેડ્રોસે કહ્યું કે અવાજ એટલો જોરદાર હતો કે હું સુન્ન થઈ ગયો. તેણે કહ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે હું તેનું વર્ણન કરી શકતો નથી. તેમણે કહ્યું કે એક પછી એક અનેક વિસ્ફોટ થયા જેણે તેમને હચમચાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે લોકો ભાગી રહ્યા હતા અને ત્યાં કોઈ સુરક્ષા નહોતી. અમે સંપૂર્ણ રીતે ડરી ગયા હતા. જો મિસાઈલ સહેજ પણ ખસી ગઈ હોત તો અમારો જીવ લઈ શકત. મારા સાથીદારે કહ્યું કે અમે મોતથી બચી ગયા.
Also read: Lebanon Pager Blast : હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી, એલર્ટ પર ઇઝરાયલ
આ દરમિયાન, હુતી વિદ્રોહી જૂથના નાયબ પરિવહન પ્રધાન યાહ્યા અલ-સાયનીએ જણાવ્યું કે હુમલામાં ચાર લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા.
ટેડ્રોસે ટ્વિટર પર હુમલાનો વિડિયો શેર કર્યો અને સાથીદારો અને એરપોર્ટ સ્ટાફનો આભાર માન્યો જેમણે આ ખતરનાક હુમલો દરમિયાન તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે તે અને તેમની ટીમ સુરક્ષિત રીતે જોર્ડન પહોંચી ગઈ છે.