Accidents: રાજ્યમાં વિવિધ અકસ્તામાં 5 લોકોના મૃત્યુ, ભૂજમાં કારે યુવકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોળકાના કોઠ ગામ પાસે બાઇક અને બુલેટ વચ્ચે થયેલા આ ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માતની ઘટના અંગે મળતી વિગતો મુજબ, બાઈક ચાલક ચંદ્રકાન્તભાઈ પરષોતમભાઈ મેરૈયાનું ઘટન સ્થળ પર જ મૃત્યુ નિપજ્યુ હતું, જ્યારે ભવનપુરા ગામના રોયલ એન્ફિલ્ડ બુલેટ ચાલક રાજલભાઈ નટુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતુ, જ્યારે બાઇક પર સવાર અન્ય એકને ગંભીર ઇજાઓ પહોચી હતી તેને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. અકસ્માત ની જાણ થતા લોકોના ટોળા દોડી આવ્યા હત્યા તેમજ પોલીસને જાણ કરતા કોઠ પોલીસ ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભુજ શહેરના કોડકી રોડ ઉપર શનિવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બીએસએફ કેમ્પ પાસેના ચાર રસ્તા પર પૂરઝડપે આવી રહેલા એક કાર ચાલકે ત્રિપલ સવારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Also read: છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું
સમગ્ર ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ જણાવ્યું હતું કે, કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવકનું ઘટના સ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. ઘટનામાં ભુજના નરેશ ભીમજી ચારણ (ઉં.વ. 27) અને આમદ હાસમ સમા (ઉં.વ.37)નું મોત નીપજ્યું હતું. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠાના ધાનેરા નેનાવા હાઈવે પર બાઈક અને પીક-અપ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નડિયાદમાં કાર સહિત બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. પારસ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો.