નેશનલ

વર્લ્ડ ચેસ ચેમ્પિયન D Gukesh એ પીએમ મોદી સાથે કરી મુલાકાત, આપી આ અનમોલ ભેટ

ચેન્નઈના ડી ગુકેશે ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને સમગ્ર જગતને ચોંકાવી દીધું હતું. તે ચેસ જગતનો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન પણ બન્યો હતો. ડી ગુકેશે ફાઇનલમાં ચીનના ચેસ માસ્ટર ડિંગ લિરેનને હાર આપી હતી. આજે તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગુકેશના માતા-પિતા પણ તેની સાથે હતા.

પીએમ મોદીએ ડી ગુકેશની સુવર્ણ સિદ્ધિની પ્રશંસા કરી હતી. ગુકેશે આ દરમિયાન પીએમ મોદીને ચેસ બોર્ડ ગિફ્ટ કર્યું હતું. તેણે પીએમ મોદીને ગિફ્ટ કરેલા ચેસ બોર્ડ પર જ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપની ફાઈનલ રમાઈ હતી અને ગુકેશે જીત મેળવી હતી.

પીએમ મોદીએ લખ્યું, શતરંજ ચેમ્પિયન અને ભારતના ગૌરવ મુકેશ સાથે શાનદાર વાતચીત થઈ. હું છેલ્લા થોડા સમયથી તેમની સાથે વાતચીત કરી રહી છું. તેનો દ્રઢ સંકલ્પ અને સમર્પણ મને સૌથી વધારે પ્રભાવિત કરે છે. તેનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયક છે. મને થોડા વર્ષો પહેલાનો તેનો એક વીડિયો યાદ છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચૅમ્પિયન બનશે. તેના પ્રયાસોના કારણે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.

પીએમ મોદીએ કહ્યું, આત્મવિશ્વાસની સાથે સાથે ગુકેશમાં શાંતિ અને વિનમ્રતા છે. જીત બાદ તે શાંત હતો, પોતાની સફળતામાં ડૂબેલો હતો. આજે અમારી વાતચીત યોગ અને ધ્યાનના પરિવર્તનકારી ક્ષમતાની આસપાસ હતી.
પીએમ મોદીએ એમ પણ કહ્યું, દરેક એથલિટની સફળતામાં તેના માતા-પિતાની મહત્ત્વની ભૂમિકા હોય છે. દરેક પરિસ્થિતિમાં સાથ આપવા બદલ મેં ગુકેશના માતા-પિતાની પણ પ્રશંસા કરી હતી. જે યુવાનો રમત ગમતમાં કરિયર બનાવવાનું ઈચ્છે છે તેમના માતા-પિતા માટે આ પ્રેરણા સમાન છે.

અંતમાં પીએમ મોદીએ લખ્યું, ગુકેશે જે ચેસ બોર્ડ પર જીત હાંસલ કરી હતી તે મેળવીને મને આનંદ થયો. આ ચેસ બોર્ડ પર તેના અને ડિંગ લિરેન બંનેના હસ્તાક્ષર છે. આ એક અનમોલ ભેટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button