1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.
5 થી લઇને 65 મિનિટ સુધીનો ઘટશે સમય
આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 95 ટ્રેનોની સ્પીડવધારવામાં આવી છે. સાથે જ 48 ટ્રેનો ના મુસાફરીમાં લાગતો સમય માં 05 મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે.
અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર 262 ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 45 મિનિટ વહેલા પહોંચશે. એ જ રીતે, 55 ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખીયાળી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમયથી પહેલા કે પછી પહોંચશે.
પ્રારંભિક સ્ટેશનથી સમયથી પહેલા ઉપડનારી ટ્રેનો
- ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ – જમ્મુતવી ગાંધીનગરથી 11.20 કલાકને બદલે 11.00 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા મેમુ હિંમતનગરથી 06.20 કલાકને બદલે 06.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર મેમુ અસારવાથી 19.25 કલાકને બદલે 19.20 કલાકે ઉપડશે.
આ પણ વાંચો : અમદાવાદમાં 31St December એ નશો કરીને નીકળ્યાં તો ખેર નથી, આવો છે એક્શન પ્લાન
અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર સમયથી પહેલા ઉપડનારી મુખ્ય ટ્રેનો
- ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાકના બદલે 04.15/04.20 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાકના બદલે 04.15/04.20 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાકના બદલે 04.15/04.20 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 19010 બાડમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07.35/07.45 કલાકના બદલે 06.55/07.00 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.18/10.20 કલાકના બદલે 09.52/09.54 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસનો ચાંદલોડિયા (બી) સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.07/04.12 કલાકના બદલે 03.47/03.52 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસનો પાલનપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02.00/02.05 કલાકના બદલે 01.38/01.40 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 22723 નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસનો પાલનપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03.30/03.32 કલાકના બદલે 03.05/03.07કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 20476 મિરજ-બીકાનેર એક્સપ્રેસનો પાલનપુર સ્ટેશ પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાકને બદલે 10.25/10.27 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસનો પાલનપુર સ્ટેશ પર આગમન/પ્રસ્થાનનો સમય 00.45/00.47 કલાકને બદલે 00.23/00.25 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર એક્સપ્રેસનો પાલનપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.45/00.47 કલાકના બદલે 00.23/00.25 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.50/20.55 કલાકને બદલે 20.25/20.30 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.25/21.27 કલાકને બદલે 21.05/21.07 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.25/21.27 કલાકને બદલે 21.05/21.07 કલાકનો રહેશે.
- ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ – જમ્મુતવી એક્સપ્રેસનો આગમન / પ્રસ્થાનનો સમય કલોલ સ્ટેશન પર 11.18/11.20 કલાકે, મહેસાણા સ્ટેશન પર 11.49/11.54 કલાકે, ઊંઝા સ્ટેશન પર 12.13/12.15 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 12.31/12.33 કલાકે અને પાલનપુર સ્ટેશન પર 13.35/13.40 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસના આગમન/પ્રસ્થાનનો સમય વિરમગામ સ્ટેશન પર 04.38/04.40 કલાકે, ધ્રાંગધ્રા સ્ટેશન પર 05.34/05.36 કલાકે, હળવદ સ્ટેશન પર 06.05/06.07 કલાકે સામાખ્યાલી સ્ટેશન પર 07.31/ 07.33 કલાકે અને ગાંધીધામ સ્ટેશન પર 08.55/09.10 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 19108 એમસીટીએમ ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસનો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.56/04.58 કલાકને બદલે 04.30/04.32 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14808 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસના ભીલડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.45/12.50 કલાકના બદલે 12.25/12.30 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 14805 દાદર-બાડમેર એક્સપ્રેસનો ભીલડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.55/22.00 કલાકને બદલે 21.35/21.40 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 19703 ઉદયપુર-અસારવા એક્સપ્રેસનો હિંમતનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.40/20.42 કલાકને બદલે 19.45/19.47 કલાકનો રહેશે.
પ્રારંભિક સ્ટેશનથી સમય પછી પ્રસ્થાન કરનારી ટ્રેનો
- ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ સાબરમતીથી 08.20 કલાકને બદલે 08.50 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતીથી 09.45 કલાકને બદલે 10.05 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19401 સાબરમતી-લખનૌ એક્સપ્રેસ સાબરમતીથી 10.05 કલાકને બદલે 10.35 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ સાબરમતીથી 10.05 કલાકને બદલે 10.35 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ સાબરમતીથી 22.10 કલાકને બદલે 22.55 કલાકે ઉપડશે.