Sambhal માં પોલીસ ચોકી નિર્માણ પર ગરમાયું રાજકારણ, યોગી સરકાર પર ઓવૈસીનો મોટો આરોપ
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં(Sambhal)જામા મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. જેને પગલે હવે રાજકારણ ગરમાયું છે. આ પોલીસ ચોકીના ભૂમિપૂજન બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંભલ કેસને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો: યુપીના સંભલ મુદ્દે અખિલેશ યાદવે ભાજપની કાઢી ઝાટકણી, નેતાઓ અંગે કહ્યું કે…
મુસ્લિમ વિસ્તારોમાં સૌથી ઓછી સરકારી સુવિધાઓ
તેમણે શનિવારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. તેમણે લખ્યું, ‘દેશના કોઈપણ ખૂણે જાઓ, ત્યાંની સરકાર ન તો શાળાઓ ખોલે છે કે ન તો હોસ્પિટલ. જો કંઈ બંધાયું હોય તો તે પોલીસ ચોકી અને દારૂના અડ્ડા છે. સરકાર પાસે બીજી કોઈ વસ્તુ માટે પૈસા નથી, માત્ર પોલીસ ચોકીઓ અને દારૂ માટે પૈસા છે. ડેટા જ કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાં સૌથી ઓછી સરકારી સુવિધાઓ આપવામાં આવે છે.
પોલીસ ચોકીના નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ
संभल की जामा मस्जिद के सामने पुलिस चौकी बनाई जा रही है। मुल्क के किसी भी कोने में चले जाइए, वहाँ की सरकार ना तो स्कूल खुलवाती है, ना अस्पताल। अगर कुछ बनाया जाता है तो वो है पुलिस चौकी और शराब खाने। सरकार के पास किसी और चीज़ के लिए पैसे नहीं होते, बस पुलिस चौकी और शराब खाने के लिए…
— Asaduddin Owaisi (@asadowaisi) December 28, 2024
સંભલ પોલીસ સ્ટેશન વિસ્તારના કોટ પૂર્વ વિસ્તારમાં શાહી જામા મસ્જિદ પાસે બનાવવામાં આવનાર પોલીસ ચોકીનું ભૂમિપૂજન શનિવારે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સંભલ હિંસાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભૂમિપૂજન કરાવનાર પૂજારી શોભિત શાસ્ત્રીએ જણાવ્યું કે આજે પોલીસ ચોકીના નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
લોકોની માંગ હતી તેથી પોલીસ ચોકી બનાવવામાં આવી
શાસ્ત્રીએ કહ્યું કે વાસ્તુ દોષ ન રહે તે માટે પૂજા પણ કરવામાં આવી હતી. અધિક પોલીસ અધિક્ષક (એએસપી) શ્રીશ ચંદ્રાએ કહ્યું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પોસ્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. અહીં પૂરતી પોલીસ તૈનાત છે અને લોકોની માંગ હતી તેથી પોલીસ ચોકી બનાવવામાં આવી છે.
સંભલ મસ્જિદ ઘર્ષણમાં ચાર લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરના રોજ, સંભલની જામા મસ્જિદમાં કોર્ટના આદેશના સર્વે દરમિયાન વિરોધ કરી રહેલા વિરોધીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું. આ દરમિયાન 4 લોકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે શુક્રવારે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ કહ્યું કે નખાસા પોલીસ સ્ટેશને સંભલ હિંસા કેસમાં નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં આરોપી રિહાન અને અદનાનની ધરપકડ કરી છે.
50 લોકોની ધરપકડ કરવામાં આવી
આ બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સંભલ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ વિશ્નોઈએ જણાવ્યું હતું કે પોલીસે સંભલ હિંસા કેસમાં કુલ 7 કેસ નોંધ્યા છે, જેમાં 6 નામના અને 2,750 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.