આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ: છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી પકડાયા

મુંબઈ/જાલના: ભારતમાં ગેરકાયદે પ્રવેશવા અને યોગ્ય દસ્તાવેજો વિના વસવાટ કરવા બદલ છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી નાગરિકની મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
નવી મુંબઈ, થાણે અને સોલાપુરમાં સ્થાનિક પોલીસની મદદથી છેલ્લા 24 કલાકમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 16 બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ અને અન્ય સંબંધિત કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

આ પણ વાંચો :ધૂળ છે મુંબઈના ઝેરી પ્રદૂષણનો વિલન નં. વન…

આ બાંગ્લાદેશીઓ બનાવટી દસ્તાવેજોને આધારે આધાર કાર્ડ જેવા ભારતીય દસ્તાવેજો મેળવવામાં સફળ રહ્યા હતા.
એટીએસની ટીમ અને પોલીસે જોઇન્ટ ઓપરેશન હાથ ધરી જાલના જિલ્લામાં અનવા અને કુંભારી ગામમંથી ત્રણ બાંગ્લાદેશીને શુક્રવારે રાતના પકડી પાડ્યા હતા. તેઓ ભોકરદાન તાલુકામાં ક્રશર મશીન પર કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય જણે ભારતમાં ગેરકાયદે કામ કરવા માટે પોતાના બનાવટી ઓળખપત્ર બનાવ્યાં હતાં. તેઓ છેલ્લાં બે વર્ષથી અહીં ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button