આપણું ગુજરાતટોપ ન્યૂઝ

BZ Scam ના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપી તરફથી કોઈ વકીલ ન રહ્યા હાજર

અમદાવાદઃ ગુજરાતમાં રૂ. 6000 કરોડના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે ન્યાયાધીશના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી વતી વકીલ હાજર ન રહેતા લીગસ સર્વિસ ઓથોરિટીમાં વકીલ આપવામાં આવ્યા હતા. જેને લઈ રિમાન્ડની કાર્યવાહીમાં વિલંબ થયો હતો.

ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી. તેની સતત ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કર્યો હતો. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કર્યું હતું.

એક મહિનામાં ત્રણ વખત આવ્યો હતો ગુજરાત

ભૂપેન્દ્ર ઝાલાને તેની ઑફિસ પર રેડનો ખ્યાલ આવતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો. એક મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો તેવી વિગતો આ પુછપરછમાં સામે આવી હતી. એક મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો હતો. રાજસ્થાનથી અલગ અલગ ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હતા. તેમજ વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનારા પર સકંજો કસવામાં આવ્યો

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચે કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે કિરણસિંહ ઝાલાને નેતા બનવું હતું જે માટે કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મદદ કરી રહ્યો હતો. ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ મંજૂર થતાં પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

ભૂપેન્દ્ર ઝાલાએ ટ્રાન્ઝેક્શન માટે ઓફિસના કર્મચારીઓનો કર્યો દુરુપયોગ

સીઆઈડી ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહારો સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે.

સીઇડી ક્રાઇમે ત્યાં સુધી પકડાયેલા 6 આરોપી મામલે ઘડાકો કરતા કહ્યું હતું કે આ કૌભાંડમાં વિવિધ 6 લોકોની ભૂમિકા અને તેમની સાથે સંકળાયેલી વિગતો મળી હતી. મળતી માહિતી મુજબ રાહુલ રાઠોડ મહિને 10 હજાર પગારથી BZ ઓફિસમાં નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાંથી અત્યાર સુધી 10,91,472 અને કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી છે.

પકડાયેલા બીજા આરોપી વિશાલ ઝાલા બીઝેડ ઓફિસમાં 12,500 પગારથી નોકરી કરતો હતો. તેના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે. ત્રીજો આરોપી રણવીર ચૌહાણ બીઝેડ ઓફિસમાં 12,000 પગારદાર હતો અને ત્યાં 4 મહિનાથી નોકરી કરતો હતો. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 હજારનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે.

Also read: BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને નેતા બનવું હતું, પણ…

ચોથો આરોપી સંજય પરમાર બીઝેડ ઓફિસમાં 7000ના માસિક વેતન પર 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે. પાંચમો આરોપી દિલીપ સોલંકી બીઝેડ ઓફિસમાં 10 હજાર પગારથી પર 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરતો હતો. તેના બેન્ક ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ હેરફેર મળી આવી છે. છઠ્ઠો આરોપી આશિક ભરથરી બીઝેડ ઓફિસમાં 7000 પગાર લેતો હતો અને સફાઈનું કામ કરતો હતો. તેના બેંક ખાતામાંથી 8400 અને 44,98,000 રોકડ હેરફેર અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button