વેપાર

Rupee vs Dollar : ડોલર સામે સતત ગગડી રહ્યો છે રૂપિયો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

મુંબઇ : આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો(Rupee vs Dollar)સતત ગગડી રહ્યો છે. જેમાં  શુક્રવારે  રૂપિયો વધુ નબળો પડ્યો અને તેના નીચલા સ્તરે પહોંચ્યો હતો. મજબૂત ડૉલરના કારણે રૂપિયો 23 પૈસા ગગડ્યો અને અમેરિકી ડૉલર સામે 85.50ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો.

કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી

જેમાં વેપારના આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે દેશમાં આયાતી માલનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જેમાં સોનામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષના નવેમ્બર મહિનામાં તે 50 ટકા વધીને 49.08 બિલિયન ડોલર થઈ  છે. ભારત સરકારે તરત જ કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી. તેથી આયાતમાં ઘણો વધારો થયો છે. રૂપિયાના ઘટાડાને કારણે અર્થવ્યવસ્થા પર ઘણું દબાણ વધ્યું છે.

આરબીઆઈને કરન્સી માર્કેટમાં વારંવાર હસ્તક્ષેપ કરવો પડ્યો

જોકે, રૂપિયો ઘટી રહ્યો હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આરબીઆઈને કરન્સી માર્કેટમાં વારંવાર હસ્તક્ષેપ કરવો પડ્યો છે. જેના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. હવે જો આપણે કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો 4 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર, 2024ની વચ્ચે આરબીઆઈનો વિદેશી મુદ્રા ભંડાર 704.885 બિલિયન ડોલરથી ઘટીને માત્ર 654.857 બિલિયન ડોલર થઈ ગયો છે.

આ પણ વાંચો : દુનિયાની Most Powerful Currency માં આટલામાં નંબર પર આવે છે અમેરિકન ડોલર…

ડોલર સામે રૂપિયો નબળો પડતાં સામાન્ય વ્યકિતના ખર્ચમાં વધારો

આંતર રાષ્ટ્રીય બજારમાં રૂપિયા અને ડોલરની વઘઘટની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે.  જેમાં
 ઉત્પાદનની કિંમત ઉપરાંત  તેમાં કાચા માલનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારે 100ની ડોલરની કિંમતની પ્રોડક્ટ આયાત કરવા માટે એક વર્ષ પહેલા 8,300 રૂપિયા ચૂકવવા પડતા હતા, તો હવે તમારે 8,500 રૂપિયા ચૂકવવા પડશે. ડૉલર મોંઘો થવાની સીધી અસર આયાતી ક્રૂડ ઓઇલ પર પણ પડી છે. આના કારણે ક્રૂડ ઓઇલના  ભાવમાં વધારો થાય છે તો પરિવહન ખર્ચ પણ વધે છે અને અન્ય વસ્તુઓ પણ મોંઘી થવાની સંભાવના છે. જ્યારે ડોલર સામે  રૂપિયાની કિંમતમાં ઘટાડો એટલે તમારા ઘરના બજેટ પર સીધી અસર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button