‘ભૂખી-તરસી છે મારી દીકરી, પ્લીઝ તેને બહાર કાઢો’, રાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલી બાળકીની માતાનો વલોપાત
જયપુરઃ કોટપુતલીમાં 700 ફૂટ ઊંડા બોરવેલમાં 150 ફૂટ પર ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાને બચાવવા માટે સતત છઠ્ઠા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ચેતનાની લાચાર માતા તેની પુત્રીને સુરક્ષિત બહાર કાઢવા માટે વહીવટીતંત્રને વિનંતી કરી રહી છે. બચાવ કાર્યમાં લાગેલી ટીમોએ શનિવારે સવાર સુધીમાં કેસીંગ પાઇપને વેલ્ડીંગનું કામ પૂર્ણ કરી લીધું છે. ચેતનાને બહાર કાઢવા માટે એનડીઆરએફના બે જવાનો 170 ફૂટની ઉંડાણમાં ઉતર્યા હતા. અહીંથી તેઓ 10 ફૂટની ટનલ ખોદી રહ્યા છે. તેમના માટે ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચેતનાની માતા ધોલે દેવી શનિવારે અધિકારીઓને આંસુભરી અપીલ કરતી જોવા મળી હતી. તેણે અધિકારીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, ‘ભગવાનની ખાતર મારી દીકરીને બહાર કાઢો.’ વહાલસોૌયી દીકરી સાથે ઘટેલી આ ઘટનાને કારણે માતાના રડી રડીને બુરા હાલ છે, તો પરિવારની ધીરજ પણ હવે જવાબ આપી રહી છે અને તેઓ બચાવ કામગીરીમાં વિલંબ કરવા બદલ વહીવટીતંત્ર સામે આંગળી ચીંધી રહ્યા છે.
Also read: રાજસ્થાનમાં તણાવનો માહોલઃ એસડીએમને થપ્પડ મારનારાની ધરપકડથી હિંસા-આગજનીના બનાવ
ચેતનાની માતાએ સવાલ કર્યો હતો કે, ‘જો કલેક્ટર મેડમને દીકરી હોત તો શું તે આટલા દિવસો સુધી તેને અંદર પડી રહેવા દેત? મારી દીકરી ભૂખ અને તરસથી પીડાતી હશે. જો તમે મારી પ્રાર્થના ન સાંભળો તો કમસે કમ એ નાનકડી દીકરીની બૂમો તો સાંભળો. મારી દીકરીને બને એટલી જલ્દી બહાર લઈ આવો.’ 23મી ડિસેમ્બરે કોટપુતલીમાં 700 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષની ચેતનાને બચાવવા માટે સતત 6 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન ટીમે શનિવારે સવાર સુધીમાં કેસીંગ પાઇપનું વેલ્ડીંગ પૂર્ણ કરી લીધું છે. અધિકારીઓને આશા છે કે તેઓ ચેતનાને જલ્દી બચાવી શકશે, પરંતુ વરસાદની આગાહી વહીવટીતંત્ર માટે ભારે ચિંતાનો વિષય બની રહી છે. ‘