ગાંધીનગર

ગુજરાત સરકારની નવી પહેલ; સરકારની વેબસાઇટ પર હવે બોલીને કરી શકાશે અરજી

ગાંધીનગર: ગુજરાત સરકારે 25 ડિસેમ્બરનાં રોજ સુશાસન દિવસના રોજ SWAR એટલે કે સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે. મુખ્ય પ્રધાનના કાર્યાલય અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનાં સહયોગથી આ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા
ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાનના કાર્યાલય (CMO) દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ (રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન) સાથે મળીને ભાષાના અવરોધોનો દૂર કરીને ટેક્નોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત, સીએમઓની વેબસાઇટ https://cmogujarat.gov.in/en/write-to-cmo હેઠળ ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.

બોલીને ટાઇપ કરી શકાશે
સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી લોકો પોતાના સંદેશાઓ લખીને ટાઇપ કરવાને બદલે બોલીને ટાઇપ કરી શકશે. SWAR પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ – ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો…Vadodara: દારૂ પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ

CMOની કાર્યપધ્ધતિમાં AIનો ઉપયોગ
આગામી સમયમાં સ્વર પ્લેટફોર્મ મુખ્ય પ્રધાન કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે કાર્ય કરશે. જેમાં CMOની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાયબ્રેરી તરીકે વધુ એનએલપી (NLP), ઓપન સોર્સ જેનએઆઇ (GenAI), એમએલ (ML), કોમ્પ્યુટર વિઝન (Computer Vision) વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button