મનોરંજન

Aishwarya Rai-Bachchan નો એ 20 વર્ષ જૂનો વીડિયો જોઈને પતિ Abhishek Bachchan…

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને તેના સ્ટાર હસબન્ડ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના અણબનાવને કારણે સતત લાઈમલાઈટ રહે છે. પરંતુ દીકરી આરાધ્યા બચ્ચનન (Aradhya Bachchan)ના સ્કુલના એન્યુઅલ ડેના ફંક્શન પર બંને જણે સાથે આવીને લોકોના મોઢા બંધ કરી દીધા હતા.

Click on the photo to watch the video.(instagram)

આ પણ વાંચો : Abhishek Bachchan સાથે દેખાયા બાદ Aishwarya Rai-Bachchanએ આપી Good News…

એટલું જ નહીં પણ આ ઘટના બાદ બંનેના ડિવોર્સની અફવાઓ પર પણ પૂર્ણવિરામ લાગી રહ્યું છે. જોકે, આ બધા વચ્ચે ઐશ્વર્યાનો એક 20 વર્ષ જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને તમારા શું અભિષેકના પણ હોંશ ઉડી જશે. આવો જોઈએ એવું વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો હકીકતમાં તો એક જ્વેલરી બ્રાન્ડના એડર્વર્ટાઈઝિંગ એડનો છે. જેમાં ઐશ્વર્યાની સુંદરતા જોઈને તેના ફેન્સની દિલની ધડકનો વધી ગઈ છે. નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરીને ઐશ્વર્યાની સુંદરતા પર કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે.

બ્લેક રંગના સુંદર આટફિટમાં ઐશ્વર્યા ડાન્સ કરીને પોતાની સુંદરતાનો જાદુ બિખેરી રહી છે એ જોઈને ખુદ અભિષેક બચ્ચન પણ એકદમ ચોંકી ઉઠશે. આ વાઈરલ વીડિયો 2005-06નો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયો શેર કરીને તેની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ઐશ્વર્યા 2005-06માં એક જ્વેલરી બ્રાન્ડની એડમાં. મને લાગે છે આ જાહેરાત મેડોનાના ફ્રોઝનથી પ્રેરિત છે. ઐશ્વર્યાની સુંદરતા જોઈને તેના ફેન્સ તો એકદમ ફ્લેટ થઈ ગયા છે.

નેટિઝન્સ વીડિયો પર લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે તમારી સુંદરતાનો કોઈ જવાબ નથી. બીજા એક ફેને લખ્યું હતું કે ઐશ્વર્યા રાય જેવી સુંદર એક્ટ્રેસ મેં મારા જીવનમાં નથી જોઈ.

આ પણ વાંચો : કેમેરાની ફ્લેશલાઈટથી પરેશાન થઈ આરાધ્યા, Aishwarya Rai-Bachchanએ આપ્યું આવું રિએક્શન…

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચનના ફેન્સ તેની ફિલ્મોની સાથે સાથે એડની પણ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. એશના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ પોન્નિયિન સેલવન પાર્ટ-2માં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button