વરૂણ ધવનની દીકરી લારા ઘણી ક્યુટ છે, તેનો ચહેરો….
નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવા બોલિવૂડ સ્ટાર્સ દેશવિદેશમાં તેમના પસંદગીના સ્થળે ઉપડી ગયા છે. ગઈકાલે રાત્રે રણબીર કપૂર-આલિયા ભટ્ટ રાહા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, આજે વરુણ-નતાશા તેમના નાની દીકરી સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આજે સવારે બોલીવૂડ અભિનેતા વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ તેમની પુત્રી લારા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એમ માનવામાં આવે છે કે તેઓએ દેશ બહાર કોઇક અજાણ્યા સ્થળે તેમનું નવું વર્ષ પ્લાન્ડ કર્યું છે. આ દરમિયાન તેમની લાડલી લારાનો ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો. વરુણ ધવનની દીકરીનો ચહેરો જન્મના 7 મહિના પછી સામે આવ્યો છે. વરુણના પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાનકડી લારા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ પહેલી વાર છે જ્યારે લારાનો ચહેરો જાહેરમાં જોવા મળ્યો છે. વરુણ ધવનની પત્ની નતાશાએ તેમની પુત્રી લારાને ખોળામાં બેસાડી છે અને અભિનેતા તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. વરુણ ધવન અને પત્ની નતાશાએ 3 જૂન, 2024ના રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. જ્યારે કપલ એરપોર્ટ પર સ્પોટ થયું ત્યારે લારાનો ચહેરો પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગયો હતો. જે બાદ વીડિયો વાઈરલ થતાં કપલે પેપ્સ પાસે વિડિયો ડિલીટ કરવા અને તેને પ્રાઈવસી આપવાની માંગ કરી હતી. ત્રણેય જણે મુસાફરી માટે આરામદાયક કપડાં પહેર્યા હતા
દંપતીએ ક્રિસમસ 2024ના અવસર પર પુત્રી લારા સાથેનો તેમનો પ્રથમ ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ સુંદર ફોટોમાં ત્રણેય ક્રિસમસ ટ્રીની સામે જોવા મળ્યા હતા. જોકે વરુણ અને નતાશાએ તેમાં લારાનો ચહેરો દર્શાવ્યો ન હતો, પરંતુ તે લાલ ડ્રેસ, મોજાં અને સુંદર સાન્ટા હેડબેન્ડ પહેરેલી જોવા મળી હતી. વરુણે લાલ સ્વેટપેન્ટ અને સફેદ ટી-શર્ટ પહેર્યું હતું જ્યારે નતાશાએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. તેમનો શ્વાન જોય પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
લારાની ઝલક જોઈને ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો તેની ક્યુટનેસના વખાણ કરતા થાકતા નથી. કેટલાક એવા છે જેઓ માને છે કે લારા તેના દાદા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનની કાર્બન કોપી છે.