ભાઇજાનના બર્થ-ડે પર વાયરલ થઇ પ્રિતી ઝિન્ટાની પોસ્ટ
બોલિવૂડના ભાઇજાન સલમાન ખાને 27મી ડિસેમ્બરે તેમનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. ચાહકો અને સેલેબ્સે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રીતિ ઝિન્ટાએ પણ બુધવારે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેની સાથે ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોઈને ચાહકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી, પરંતુ એક ચાહકની ટિપ્પણીએ પ્રીતિનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchan નો એ 20 વર્ષ જૂનો વીડિયો જોઈને પતિ Abhishek Bachchan…
ફેને પ્રીતિને પૂછ્યું હતું કે શું તમે ક્યારેય સલમાનને ડેટ કર્યું છે. પ્રીતિએ ફેનના આ સવાલનો જવાબ આપ્યો હતો. હવે તમને તાલાવેલી લાગી હશે ને કે પ્રીતિએ શું જવાબ આપ્યો? તો જાણી લો કે પ્રીતિએ કહ્યું હતું કે, ‘ના, બિલકુલ નહીં.’ તે મારા પરિવાર જેવો છે અને મારા નજીકના મિત્ર અને મારા પતિના મિત્ર છે. જો તમે આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો.
પ્રીતિએ સલમાન સાથે ઘણા ફોટા શેર કર્યા હતા, જેમાંથી કેટલાક તેની ફિલ્મના સેટના પણ હતા. ફોટો શેર કરતા પ્રીતિએ લખ્યું, હેપ્પી બર્થ ડે સલમાન ખાન. બસ તને એટલું જ કહેવા માંગુ છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. બાકી હું તમને મળીશ ત્યારે કહીશ અને હા, મારે એકસાથે ઘણા બધા નવા ફોટા જોઈએ છે, નહીંતર હું આ રીતે જૂના ફોટા શેર કરતી રહીશ.
પ્રીતિ અને સલમાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેએ હર દિલ જો પ્યાર કરેગા, ચોરી-ચોરી, ચુપકે-ચુપકે, દિલ ને જીસે અપના કહા, જાન એ મન અને હીરો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રીતિના વર્ક ફ્રન્ટ અને ફિલ્મગ્રાફી વિશે વાત કરીએ તો તે છેલ્લે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ, અરશદ વારસી, અમીષા પટેલ સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર બાદ પ્રીતિએ કોઈ ફિલ્મ કરી નથી. પરંતુ હવે પ્રીતિ પુનરાગમન માટે તૈયાર છે. તે લાહોર 1947 ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે. રાજકુમાર હિરાણી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં સની અને પ્રીતિ ઉપરાંત શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ છે.
ફિલહાલ તો તમે પ્રીતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા સલમાન ખાન સાથેના ફોટા જુઓ