મનોરંજન

Nita Ambani અને Shloka Mehta વચ્ચે બધું બરાબર છે? વીડિયો તો કંઈ બીજું જ કહે છે…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર પોતાની ફેમિલી વેલ્યુ, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. અંબાણી પરિવાર તેમની ફેમિલી ઈવેન્ટ્સ અને ફંક્શન્સ થતાં જ હોય છે, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. હાલમાં જ બીકેસી ખાતે આવેલા એનએમએસસીસી એક ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયો જોઈને નેટિઝન્સ અંબાણી પરિવાર વિશે જાત-જાતની વાતો કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી (Nita Ambani) બંને વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોમાં જ નીતા અંબાણી અને શ્લોકા મહેતા વચ્ચે કંઈક એવું જોવા મળ્યું હતું કે જેના પરથી નેટિઝન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે તેમની વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું.

આ પણ વાંચો: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?

વીડિયોમાં જોવા મળે છે કે શ્લોકા મહેતા નીતા અંબાણીની બાજુમાં જ ઊભી હોય છે અને અચાનક જ આકાશ અંબાણી (Akash Ambani)આવે છે અને શ્લોકાનો હાથ પકડીને તેને લઈ જવા લાગે છે. શ્લોકા પણ આકાશને આંખના ઈશારાથી કંઈક કહેવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. પાછળથી ઈશા અંબાણી (Isha Ambani)ની એન્ટ્રી થાય છે અને શ્લોકા પણ આકાશનો હાથ છોડીને ફેમિલીની પાછળ પાઠળ ચાલવા લાગે છે. બાદમાં ઈશા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીની સાથે મળીને ફોટો ક્લિક કરાવે છે.

આ પણ વાંચો: કેટલી હોય છે એક Rolls Royceની કિંમત? જેમાં ફરવા નીકળ્યો છે અંબાણી પરિવાર…

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બધું ઠીક તો છે ને તો બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે બધું કેટલું બદલાઈ ગયું છે. જોકે, આ પહેલી વખત નથી કે આકાશ આ રીતે ફેમિલી ઈવેન્ટ્સમાં શ્લોકાના હાથ પકડીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હોય. આ પહેલાં પણ આવા વીડિયો સામે આવી ચૂક્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button