જર્મનીમાં સંકટઃ ગઠબંધનની સરકાર વિશ્વાસ મત હાર્યા બાદ રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી

ફ્રેન્કફર્ટ (જર્મની): જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વાલ્ટર સ્ટીનમીયરે ચાન્સેલર ઓલાફ શોલ્ઝની ગઠબંધન સરકાર દ્ધારા વિશ્વાસ મત હાર્યા બાદ આજે સંસદ ભંગ કરી દીધી હતી અને 23 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. શોલ્ઝ 16, ડિસેમ્બરના રોજ વિશ્વાસ મત હારી ચૂક્યા હતા અને હવે અલ્પમત સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
Also read: Prajwal Revanna ટૂંક સમયમાં જર્મનીથી ભારત પરત ફરશે, એસઆઈટી સમક્ષ થશે હાજર
જોકે, શોલ્ઝની ત્રણ પક્ષની ગઠબંધન સરકાર છ નવેમ્બરના રોજ સંકટમાં આવી ગઇ હતી. તે સમયે તેમણે જર્મનીની સ્થિર અર્થવ્યવસ્થાને ફરીથી વેગવંતુ બનાવવા માટેની રીતને લઇને ઊભા થયેલા વિવાદના કારણે પોતાના નાણા પ્રધાનને પદ પરથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અનેક મોટા પક્ષના નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે સંસદીય ચૂંટણીઓ 23 ફેબ્રુઆરીએ યોજવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછીનું બંધારણ બુંન્ડેસ્ટૈગ (સંસદ) ને ભંગ કરવાની મંજૂરી આપતું નથી એટલા માટે સ્ટીનમીયર પર નિર્ભર હતું કે તેઓ સંસદને ભંગ કરીને ચૂંટણીઓ કરાવે છે કે નહીં. આ નિર્ણય લેવા માટે તેમની પાસે 21 દિવસનો સમય હતો. સંસદ ભંગ થયા બાદ દેશમાં 60 દિવસની અંદર ચૂંટણી થવી ફરજિયાત છે.