ગાવસકરે કહ્યું કે `આટલું જોખમ ઉઠાવીને રન દોડવાની જરૂર જ નહોતી, પણ જો કોહલી…’
મેલબર્નઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે શુક્રવારે ચોથી ટેસ્ટના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ (118 બૉલમાં 82 રન) અને વિરાટ કોહલી (86 બૉલમાં 36 રન) જે રીતે જોડીમાં ઇનિંગ્સ આગળ વધારી રહ્યા હતા ત્યારે તેમણે કોઈ જોખમ ઉઠાવવાની જરૂર જ નહોતી, જોખમ ઉઠાવીને એ રન દોડવાની જરૂર જ નહોતી.’ યશસ્વીએ 82 રનના પોતાના સ્કોર પર મિડ-ઑન તરફ બૉલને મોકલ્યા બાદ રન દોડવાની શરૂઆત કરી દીધી હતી. તે સામા છેડે પહોંચવા દોડતો રહ્યો હતો, જ્યારે કોહલીનું ધ્યાન ફીલ્ડર તરફ હતું અને બહુ આગળ નહોતો વધ્યો. યશસ્વી સામેના છેડા સુધી આવી ગયો અને પૅટ કમિન્સ તેમ જ ઍલેક્સ કૅરીએ તેને (યશસ્વીને) રનઆઉટ કરી દીધો હતો.
ગાવસકરે કૉમેન્ટરી દરમ્યાન કહ્યું, આ રન ખૂબ ઝડપથી દોડીને લેવાનો હતો અને કોહલી એ રન દોડી શક્યો હોત, પણ તેનું ધ્યાન ફીલ્ડર પર જ હતું. તમે જો ફીલ્ડર તરફ જુઓ અને પછી સામેની દિશા તરફ વળો એમાં તમે બહુમૂલ્ય એક સેક્નડ ગુમાવી દીધી હોય છે. તમારું સમતોલપણું પણ જતું રહ્યું હોય એવામાં કોઈ જોખમ ઉઠાવીને રન લેવાય જ નહીં. કોહલીનું ધ્યાન જો પૂરેપૂરું રન દોડવામાં હોત તો તે સામા છેડે પહોંચી જ ગયો હોત, કારણકે તે બન્ને છેડાની વચ્ચે બહુ સારું દોડી જાણે છે.’ ગાવસકર એવું પણ બોલ્યા કેઆ રન દોડવાની જરાય જરૂર નહોતી. રન સારી રીતે બની જ રહ્યા હતા એવામાં કોઈ ખોટું જોખમ શું કામ ઉઠાવવું જોઈએ.’
Also read:ગાવસકર કેમ શુભમન ગિલથી નારાજ છે?
યશસ્વી રનઆઉટ થયા બાદ થોડી વારમાં કોહલીએ પણ એકાગ્રતાભંગ થઈ હોવાને લીધે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
જસ્ટિન લૅન્ગરે પણ કહ્યું કે `પૅટ કમિન્સ બહુ સારો ઍથ્લીટ છે. તેની હાજરીમાં આવો રિસ્કી રન દોડાય જ નહીં.’