આમચી મુંબઈ

આજે પશ્ચિમ રેલવેમાં પાંચ કલાકનો રહેશે નાઈટ બ્લોક, જાણી લો શેડયૂલ

મુંબઈઃ વિદાય થઈ રહેલા વર્ષ માટે રેલવેએ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી રહી છે ત્યારે આજે પશ્ચિમ રેલવેમાં મેજર બ્લોકને કારણે ટ્રેનસેવા પર અસર પડી શકે છે. પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન પર આજે રાતના પાંચ કલાકનો સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. જો ટ્રેનો મોડી થયા તો પ્રવાસીઓને હાલાકી પડી શકે છે. આજે રાતના 11.30 કલાકથી સવારના સાડાચાર વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે.

આજે મધ્યરાત્રિએ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ પેનલના કમિશનિંગ માટે મુખ્ય નોન-ઇન્ટરલોકિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન સ્લો લાઇન પર રાતના 11:30 કલાકથી વહેલી સવારના 4.30 વાગ્યા સુધી પાંચ કલાક માટે રહેશે.

આપણ વાંચો: પશ્ચિમ રેલવેમાં વધુ એક સ્ટેશને ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો, રેલવે પ્રધાને શું કહ્યું?

બ્લોક દરમિયાન તમામ સ્લો લાઇનની લોકલ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ અને માહિમ સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. આ ટ્રેનો અપ અને ડાઉન દિશામાં મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી, માટુંગા રોડ અને માહિમ સ્ટેશનો પર ઉભી નહીં રહે. બ્લોકને કારણે કેટલીક અપ અને ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે. આ ઉપરાંત, અમુક મોડી રાતની ટ્રેનો મોડી પણ પડી શકે છે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button