વર્ષના છેલ્લાં દિવસે બનશે ત્રિપુષ્કર યોગ, સાત રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલીક મહત્ત્વની હિલચાલ પણ થઈ રહી છે. વર્ષના છેલ્લાં દિવસે એટલે કે 31મી ઓગસ્ટના દિવસે એક વિશેષ યોગ બની રહ્યો છે, જેને કારણે સાત રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આ યોગની અસર બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી, 2025ના પણ જોવા મળશે. આવો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિના જાતકો માટે તે લાભદાયી રહેશે.
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરના ત્રિપુષ્કર યોગનો સંયોગ પૂર્વાષાઢા નક્ષત્રમાં બની રહ્યો છે. આ ઉપરાંત મંગળવારે આખો દિવસ ધ્રુવ યોગ પણ બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગ, પૂર્વાષાઢા નક્ષત્ર અને ધ્રુવ યોગ 31મી ડિસેમ્બરના એક સાથે બની રહ્યો છે જે ખૂબ જ શુભ સાબિત થશે. આ યોગ એક-બે નહીં પણ સાત રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે.
વાત કરીએ ત્રિપુષ્કર યોગની તો જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કરેલું કોઈપણ કામ ત્રણ ગણું ફળ આપે છે. આ દિવસે કોઈપણ કામ કરવાથી જબરદસ્ત સફળતા મળે છે અને ધન લાભ પણ થઈ શકે છે.
મેષ:
મેષ રાશિના જાતકો માટે વર્ષના છેલ્લાં દિવસે બની રહેલાં આ ત્રિપુષ્કર યોગ કરિયરમાં શાનદાર તક અપાવશે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. બિઝનેસમાં આજે કોઈ મોટી ડિલ ફાઈનલ થઈ શકે છે. રોકાણ અને પ્રોપર્ટીના મામલે કોઈ લાભ થઈ રહ્યો છે. વ્યક્તિગત જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ જશે.
વૃષભ:
વૃષભ રાશિ જાતકો માટે પણ આ સમય આર્થિક સમૃદ્ધિ લઈને આવશે. રોકાણથી અણધાર્યો લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારાનો લાભ થશે. કોઈ નવું કામ કે વેપાર કરવા માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (27-12-24): મિથુન, સિંહ, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyy Goodddyy, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે વર્ષના છેલ્લાં દિવસે બની રહેલાં ત્રિપુષ્કર યોગ ખૂબ જ શુભ પરિણામ આવશે. રચનાત્મક કામ સાથે સંકળાયેલા લોકોને પણ આ સમય લાભ થઈ રહ્યો છે. નોકરીમાં કામના વખાણ થશે. આત્મવિશ્વાસ વધશે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે.
કન્યા:
કન્યા રાશિ માટે સમય નવી સંભાવનાઓનો છે. કાર્યક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. ભાગીદારીના કામથી વધારે લાભ થશેય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દુર થશે. જીવનનો આનંદ માણશો.
ધન:
ધન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ મળશે. શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. યાત્રા દરમિયાન મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભવિષ્ય માટે સમય લાભદાયક. નાણાકીય લાભ થશે.
મકર:
મકર રાશિના લોકોને સંપત્તિ અને રોકાણના મામલે લાભ થશે. જુનું ઘર કે વાહન લેવાનું વિચારતા હોય તો સમય અત્યંત શુભ. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. વિવાદનો અંત આવશે, જેને કારણે મન પ્રસન્નતા અનુભવશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આ યોગ આર્થિક પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થશે. નવી નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા છે. કળા, સંગીત સાથે જોડાયેલા લોકોને પણ તેમના કામમાં સફળતા મળશે. કોઈ જગ્યાએ કારાણ કરશો તો તેનાથી પણ સારો એવો લાભ થઈ રહ્યો છે.