નેશનલ

એ દિવસે મોદીએ પાકિસ્તાનના પીએમની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે તમારી શું ઔકાત કે…?

નવી દિલ્હી: છેલ્લા દાયકાઓમાં ભારતીય રાજનીતિમાં એવા ખૂબ ઓછા કિસ્સાઓ સર્જાયા છે, કે જ્યારે કોઇ વિપક્ષી નેતા માટે સતાપક્ષે પ્રસંશાનાં શબ્દો ઉચ્ચાર્યા છે. પણ અમુક વિશેષ પ્રસંગોએ નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાના વખાણ કર્યા છે. જ્યારે રાજ્યસભામાંથી મનમોહન સિંહની વિદાય થઈ ત્યારે PM મોદીએ તેમને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ગણાવ્યા હતા. પણ શું તમે જાણો છો કે જ્યારે મનમોહન સિંહનાં અપમાન પર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને આડે હાથ લઈ લીધા હતા.

નવાઝ શરીફે મનમોહન સિંહને કહ્યા ગામડાની મહિલા
વાત છે જ્યારે ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન પદે હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બન્યા હતા. ભારત અને અમેરિકાની આ નિકટતા જોઈને પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફનાં પેટમાં તેલ રેડાયું હતું. આથી રોષે ભરાઈને નવાઝ શરીફે ડૉ. મનમોહન સિંહને ‘ગામડાની મહિલા’ કહેવાની ભૂલ કરી અને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન વિશે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ફરિયાદ કરે છે.

નવાઝ શરીફ, તમારી ઔકાત શું છે?
તમારી ઔકાત શું છે એમ નવાજ શરીફનાં નિવેદન બાદ નરેન્દ્ર મોદીએ જનસભામાં કહ્યું કે, અમે ભારતમાં અમારા વડા પ્રધાન સાથે લડીશું. નીતિઓ માટે લડીશું, પણ તેઓ 125 કરોડ દેશવાસીના વડા પ્રધાન છે. નવાઝ શરીફ, તમારી ઔકાત શું છે? કે તમે અમારા દેશના વડા પ્રધાનને ‘ગામડાની મહિલા’ તરીકે સંબોધો છો અને કહો છે કે ભારતના વડા પ્રધાન ઓબામા પાસે જાય છે અને તેમની સામે ફરિયાદ કરે છે. મને ખબર નથી કે તેઓ કયા પત્રકારો હતા, જે પત્રકારો નવાઝ શરીફની સામે બેસીને તેમની મીઠાઈ ખાઈ રહ્યા હતા અને નવાઝ શરીફ મારા દેશના વડા પ્રધાનને અપશબ્દો બોલી રહ્યા હતા.

Also Read – જ્યારે વાજપેયીની ટીકા પર મનમોહન સિંહે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું…

એ બધા પત્રકારો પાસે દેશે એવી અપેક્ષા રાખી હતી કે તેઓ નવાઝની મીઠાઈને લાત મારીને ચાલ્યા ગયા હોત.
મનમોહન સિંહની સરકારના મોદી ટીકાકાર પણ હતા
આ ઘટના વર્ષ 2013ની છે અને ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને ડૉ. મનમોહન સિંહ દેશના વડા પ્રધાન. તે સમયે નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની નીતિઓના આકરા ટીકાકાર તરીકે જાણીતા હતા. તેઓ વારંવાર મનમોહન સિંહની આગેવાની હેઠળની UPA સરકારની આર્થિક અને વિદેશ નીતિની ટીકા કરતા હતા. ગુજરાતના CM તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકાર સાથે ગુજરાતના સંબંધો પણ બહુ ખરાબ રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button