Nita Ambani ના ડાયમંડ ઈયરરિંગ્સ પર છે આ અમેરિકન મહિલાની નજર, કહી એવી વાત કે…
ભારતના જાણીતા અને ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ નીતા અંબાણી તો પોતાની ફેશન અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. સ્ટાઈલિશ આઉટફિટ્સની સાથે નીતા અંબાણીના ડાયમંડ્સ, રૂબી અને પન્નાથી બનેલી મોંઘી મોંઘી જ્વેલરી પણ સેન્ટર ઓફ અટ્રેક્શન બને છે.
આ પણ વાંચો : આ કારણે Nita Ambani પહેરે છે લીલું રત્ન, જાણો આ પાછળનું ખાસ કારણ…
એક અમેરિકન મહિલાએ હાલમાં જ નીતા અંબાણીની ડાયમંડ્સ ઈયરરિંગ્સ વિશે વીડિયો શેર કર્યો છે. આવો જોઈએ કોણ છે આ મહિલા અને શું કહ્યું તેણે-
નીતા અંબાણીની જ્વેલરીની ચર્ચામાં દેશ-વિદેશમાં જ થતી રહી છે અને એનું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું એનએમએસીસી (NMACC) ઈવેન્ટમાં જોવા મળ્યું હતું. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ ડાયમંડની જ્વેલરી પહેરી હતી, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. બસ નીતા અંબાણીની આ જ્વેલરી અમેરિકાની જાણીતી ઈન્ફ્લ્યુઅન્સર જુલિયા શેફને પણ ગમી ગઈ હતી.
જુલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરીને જણાવ્યું હતું કે નીતા અંબાણીની આ જ્વેલરીએ તેને ખૂબ જ ઈમ્પ્રેસ કરી છે. જુલિયાએ આ રીલને શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે મેસિવ ડાયમંડ્સ.. વીડિયોમાં મજાક-મજાકમાં જુલિયા એવું પણ કહે છે તે તેને સાચે જ નીચા અંબાણીના કાન માટે ખૂબ ખરાબ લાગી રહ્યું છે.
જુલિયાએ નીતા અંબાણીના ઈયરરિંગ્સમાં જડવામાં આવેલા ચાર મોટા મોટા ડાયમંડ્સનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય જુલિયાએ નીતાની હાર્ટ શેપની ડાયમંડ રિંગ્સ અને બટરફ્લાયવાળા બ્રોચના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. તેમનું એવું કહેવું છે કે નીતા અંબાણીની જ્વેલરીએ તેમના દિલો-દિમાગ પર ઘર કરી લીધું છે.
આ પણ વાંચો : World Saree Day: Nita Ambaniનું સાડીઓનું આ કલેક્શન છે દરેક માનુનીનું ડ્રીમ કલેક્શન…
વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો આ ઈવેન્ટમાં તેમણે ઓફ વ્હાઈટ સિલ્ક ટોપ પહેર્યા હતા, આ ટોપ સાથે તેમણે બ્લેક પેન્ટ સાથે પેયર અપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી પહેલાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઈશા અંબાણીનો રત્નજડિત હાર જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેણે આ હારને શાનદાર ગણાવ્યો હતો.