આમચી મુંબઈ

“મનમોહન સિંહ ભારતના વર્તમાન સમયના વાસ્તવિક શિલ્પકાર”; રાજ ઠાકરેએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ!

મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગઈકાલે દિલ્હીની એક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. મનમોહન સિંહના નિધન બાદ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ‘મનમોહન સિંહ બોલ છે ત્યારે વિશ્વ સાંભળે છે’, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહી હતી આ વાત

રાજ ઠાકરેએ શું કહ્યું?

”1991માં જ્યારે મનમોહન સિંહ નાણા પ્રધાન બન્યા ત્યારે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ નબળી હતી. એક તરફ, બર્લિનની દીવાલના પતન અને શીત યુદ્ધના અંત સાથે, સામ્યવાદી ચીનની આર્થિક શક્તિ દેખાવા લાગી હતી. તે સમયે અગાઉની કોંગ્રેસ સરકારોએ ભારતીય ઉદ્યોગોના પગમાં જે બેડીઓ બાંધી રાખી હતી, તેને તોડવાનું કામ ડૉ. મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને કર્યું. અલબત્ત, એ પણ સાચું છે કે તેમને નરસિંહા રાવ જેવા વડા પ્રધાનનું સમર્થન મળ્યું હતું,” એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.

જુલાઈ 1991 માં, સંસદમાં બોલતી વખતે, મનમોહન સિંહે જણાવ્યું હતું કે, “પૃથ્વીની કોઈ શક્તિ એવા વિચારને રોકી શકશે નહીં જેનો સમય આવી ગયો છે”. ટૂંકમાં ભારતનો યુગ શરૂ થઈ રહ્યો છે અને હવે તેને કોઈ રોકી શકશે નહીં. ભારતના આ યુગના વાસ્તવિક શિલ્પકાર ડૉ. મનમોહન સિંહ હતા,” એમ રાજ ઠાકરેએ લખ્યું હતું.

બાદમાં તેઓ દેશના વડાપ્રધાન બન્યા. અને તે પણ સતત દસ વર્ષ સુધી. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો સાચા હશે અને કેટલાક ખોટા હશે. પરંતુ કમનસીબે, તેમના વડા પ્રધાનપદ દરમિયાન જે રીતે તેમની ટીકા થઈ, તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા, તેમણે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે એક વખત કહ્યું હતું કે, “હું માનતો નથી કે હું નબળો વડા પ્રધાન રહ્યો છું. હું પ્રામાણિકપણે માનું છું કે ઇતિહાસ મારા પ્રત્યે વધુ દયાળુ હશે. ઇતિહાસ ક્યારેય મનમોહન સિંહથી નારાજ નહીં થાય, બલ્કે તે ચોક્કસ તેમનું ગૌરવ કરશે. પછી ભલે તે ઉદ્યોગસાહસિક હોય, વ્યાવસાયિકો હોય કે કામદાર વર્ગ હોય. કંઈક સારું કરવા માટે `યે દિલ માંગે મોર..’નો અભિગમ, તેના આર્કિટેક્ટ હતા ડૉ. મનમોહન સિંહ,” એમ રાજ ઠાકરેએ લખ્યું હતું.

આ પણ વાંચો : BIG BREAKING: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, આર્થિક ઉદારીકરણના કહેવાય છે જનક

ડૉ. મનમોહન સિંહને એક ઉત્તમ અર્થશાસ્ત્રી તરીકે સમગ્ર વિશ્વમાં આદર આપવામાં આવતો હતો, જે વિકસિત દેશોના તત્કાલીન રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનોના કાર્યો અને નિવેદનોમાં પ્રતિબિંબિત થાય છે. તેમના જ્ઞાન અને કાર્યને વિશ્વની ઘણી યુનિવર્સિટીઓમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આટલી બધી બુદ્ધિમત્તા અને સિદ્ધિઓ ધરાવતા મનમોહન સિંહે જે કંઈ બોલ્યા વગર, ચુપચાપ કરી લીધું છે, તે ઘણા લોકો બોલીને કરી શક્યા નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ડૉ. મનમોહન સિંહની સ્મૃતિને સલામ કરે છે…, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button