નવી દિલ્હી: રાજ્યમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બળવા બાદ બંને પક્ષના વિધાન સભ્યોની અપાત્રતા સંદર્ભે સુનવણી ચાલી રહી છે. શિવસેનાના વિધાન સભ્યોની અપાત્રતા પર નર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને તેનો અધિકાર છે એમ કહ્યું હતું. જોકે છેલ્લાં 5 મહિનાથી આ મુદ્દો વિધાન સભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે પેન્ડિગ છે. તેથી શિવસેનાએ ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. આ મુદ્દે ન્યાયાલયે આજે સુનવણી કરતાં વિધાનસભા અધ્યક્ષને કેટલીક સૂચનાઓ આપી છે. એટલું જ નહીં પણ પાંચ પાંચ મહિના બાદ પણ તેનો ઉકેલ ન લાવવા બદ્દલ ચિફ જસ્ટીસ વિધાનસભા અધ્યક્ષ પર ભડક્યા હતાં અને બે મહિનામાં આ પ્રશ્નનો ઉકેલ લાવવાની સૂચના આપી હતી.
વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ મુદ્દે નિર્ણય લેવામાં વિલંબ થતો હોવાથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જો અધ્યક્ષ સમયસર નિર્ણય ના લે તો એ વાત માટે એ જાતે જવાબદાર છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ શેડ્યુલ અદાલતે નકારી નવું શેડ્યુલ આપવાની સૂચના આપી હતી.
વિધાનસભા અધ્યક્ષ આ પદ સંસદીય છે. તેથી કોર્ટ નિર્ણય નહીં આપે. તેથી આગામી બે મહિનામાં આ પ્રશ્નનું નિરાકરણ લાવો એમ પણ કહેવામાં આવ્યું હતું. આગામી કેટલાંક મહિનામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલાં આ પ્રશ્નનું નિરાકરણ લાવો. એમ પણ ચિફ જસ્ટીસે કહ્યું હતું. દરમીયાન ચિફ જસ્ટીસે કડક શબ્દોમાં વિધાનસભા અધ્યક્ષની ઝાટકણી કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને