IPL 2024સ્પોર્ટસ

ભારત-પાક મેચમાં પહેલીવાર થશે આ પ્રયોગ, ‘ટેથર્ડ ડ્રોન’થી રખાશે નજર

અમદાવાદમાં આજકાલ ડબલ ફિવર છવાયો છે. એક તો નવરાત્રિ, અને બીજી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. આ વખતે મેચમાં અમદાવાદ પોલીસ સુરક્ષા માટે ‘ટેથર્ડ ડ્રોન’થી નજર રાખવાની છે, જે અમદાવાદમાં બિલકુલ નવતર પ્રયોગ છે.

આવતીકાલે નમો સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને કારણે આખા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, સહિતના સેલેબ્રિટીઝથી લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું પણ મેચ માટે શહેરમાં આગમન થશે, આથી મેચ પહેલા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત સ્ટેન્ડ ટુ છે. ટેથર્ડ ડ્રોનનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કંટ્રોલિંગ થશે. આ ડ્રોનમાં હાઇ ડેફિનીશન કેમેરા હશે જે સતત 12 કલાક ઉડતું રહેશે.

આ ડ્રોન સ્ટેડિયમમાં 120 મીટરની ઉંચાઇએ ઉડાન ભરશે અને 5 કિમીના વિસ્તાર સુધી સંપૂર્ણ એચડીમાં ફૂટેજ કેપ્ચર કરશે. કોઇ શંકાસ્પદ હિલચાલને તરત કેમેરામાં કેદ કરી તેની ઓળખ પણ કરી શકાશે. સ્ટેડિયમમાં એક ચોક્કસ પોઇન્ટ પર તેને ગોઠવી દેવામાં આવશે અને ત્યાંથી આખા સ્ટેડિમમાં તે નજર રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button