રાજ્યનાં અનેક જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ; રવિ પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં (Gujarat weather) પલટો આવ્યો છે અને હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે. રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું છે.
અરવલ્લીમાં પડ્યો વરસાદ
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અરવલ્લી જિલ્લાનાં જિલ્લાના માલપુર, મેઘરજ, ઉભરાણમાં વરસાદ મોડી રાતે વરસાદ પડ્યો છે,સાથે સાથે ભિલોડાના સુનોખ, વશેરા કંપામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેતીપાકો માટે આફત બનીને આવ્યો છે અને ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળ્યું છે.
હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડયા છે. જિલ્લાનાં ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર ગ્રામ્ય વિસ્તારોમા બદલાયેલા વાતાવરણની વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત જિલ્લાનાં રૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં રાતનાં સમયે કમોસમી વરસાદી ઝાપડાં પડયા છે. કમોસમી વરસાદથી ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પણ ચિંતા વધારી છે. બનાસકાંઠાનાં ઘણા તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના ડીસા, દાંતીવાડા, દાંતા, અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં માવઠું થયું હતું. છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં વાદળછાયું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ક્યારે કમોસમી વરસાદથી વરિયાળી, એરંડા, રાયડા, બટાકા, ઘઉં, જીરું અને ઈસબગુલના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Also Read – અમદાવાદ પોલીસની ગુનાહિત ઈતિહાસ ધરાવતા 77 લોકોને ચેતવણીઃ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં
અમદાવાદમાં મોડીરાત્રે અને વહેલી સવારે મણિનગર, ઇસનપુર સહિત પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. અમદાવાદમાં અચાનક વરસાદ વરસતાં કાંકરિયા કાર્નિવલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે. બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે,