આમચી મુંબઈ

બોરીવલી સ્ટેશન પાસે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે…

કમિશનર પહોંચ્યા બોરીવલી ઈન્સ્પેકશન માટે: રસ્તાના કામ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનનું કામ ઝડપથી પૂરા કરવા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બોરીવલીવાસીઓને આગામી વર્ષના ચોમાસા પહેલા સ્ટેશન બહારના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી રાહત મળવાની છે. બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે બોરીવલી વિસ્તારની મુલાકાત લઈને રસ્તાના કામ ચોમાસા પહેલા ઝડપથી કરવાની સાથે જ બોરીવલી રેલવે સ્ટેશન બહાર ચોમાસા પહેલા વરસાદની પાણીનો નિકાલ કરનારી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના કામ ઝડપથી પૂરા કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : મહારાષ્ટ્રનાં વાહનો માટે હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટની કિંમત કેટલી હોય છે જાણો?

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે બોરીવલી આર-મધ્ય વોર્ડ બોરીવલીમાં હાલ ચાલી રહેલા જુદા જુદા કામનું નિરીક્ષણ કરીને તે બાબતની માહિતી મેળવી હતી. હાલ પાલિકા દ્વારા રસ્તાઓના કૉંક્રીટાઈઝેશનના કામ ચાલી રહ્યા છે, તે કામ સારી ગુણવત્તાના સાથે ઝડપથી કરવા પર બોરીવલીના અધિકારીઓન્ો નિર્દેશ આપ્યો હતો. બોરીવલી (પશ્ર્ચિમ)માં હાલ ‘આર.ડી.પી.-૧૦’ આ રસ્તાનું કામ ઝડપથી અને તે પણ ચોમાસા પહેલા પૂરા કરવાનો આદેશ પણ કમિશનરે આપ્યો હતો.

હાલ બોરીવલીમાં ચોમાસા દરમિયાન મુખ્ય સમસ્યા પશ્ચિમના સ્ટેશન બહાર ભરાતા વરસાદી પાણીની છે. ચોમાસામાં મોટા પ્રમાણમાં સ્ટેશનની બહાર પાણી ભરાતાં હોય છે. તેથી કમિશનરે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઆય તે માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગ મારફત પ્રસ્તાવિત કામના પહેલા તબક્કાના કામને ચોમાસા પહેલા પૂરા કરવાનો આદેશ આપ્યો હતો, જેથી કરીને ચોમાસામાં વરસાદનાં પાણી ભરાવવાની સમસ્યાથી નાગરિકોને રાહત મળી શકે.

આ પણ વાંચો : મોબાઇલ કંપનીઓનો 94 કરોડનો મિલકત વેરો ચૂકવવાનો બાકી, વસૂલાત માટે BMC નો રાજ્ય સરકારને પત્ર…

‘આર-મધ્ય’ વોર્ડમાં ગોરાઈ જેટ્ટી રોડ, પંગત હોટલ સામે મહાત્મા ફુલે ઝૂંપડપટ્ટીને તોડી પાડવામાં આવ્યા બાદ રસ્તાને પહોળો કરવામાં આવ્યો છે અને ત્યાં ઉદ્યાન બનાવવામાં આવ્યું છે, તેના વખાણ કરતા કમિશનરે કહ્યું હતું કે બોરીવલીમાં અન્ય જગ્યાએ પણ ઉદ્યાનનો વિકાસ કરવા પર ધ્યાન આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button