રાજસ્થાન હાઇ કોર્ટને મળશે ત્રણ નવા જજઃ કોલેજિયમે કરી ભલામણ
નવી દિલ્હીઃ રાજસ્થાન હાઇ કોર્ટને ત્રણ નવા જજ મળવા જઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ત્રણ ન્યાયિક અધિકારીઓને રાજસ્થાન હાઈ કોર્ટમાં ન્યાયાધીશો તરીકેની નિમણૂક કરવાની ભલામણ કરી છે. કોલેજિયમમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ છે. કોલેજિયમે 22 ડિસેમ્બરે મળેલી બેઠકમાં ચંદ્રશેખર શર્મા, પ્રમિલ કુમાર માથુર અને ચંદ્ર પ્રકાશ શ્રીમાળીના નામની ભલામણ કરી હતી.
Also read: રાજસ્થાનમાં તણાવનો માહોલઃ એસડીએમને થપ્પડ મારનારાની ધરપકડથી હિંસા-આગજનીના બનાવ
એક અન્ય પ્રસ્તાવમાં કોલેજિયમે ન્યાયિક અધિકારી આશિષ નૈથાનીને ઉત્તરાખંડ હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તે સિવાય એડવોકેટ પ્રવીણ શેષરાવ પાટીલને બોમ્બે હાઈ કોર્ટના જજ તરીકે અને એડવોકેટ પ્રવીણ કુમાર ગિરીને અલાહાબાદ હાઈ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.