મનોરંજન

અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીએ ‘આજ કી રાત’ પર કર્યો ડાન્સ, ચાહકોના દિલ જીતી લીધા

મુંબઈઃ નાતાલની ઉજવણી આનંદ, ખુશી અને ખાસ ક્ષણો લાવે છે. તાજેતરમાં જ એક પાર્ટીમાં અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીએ અદ્ભુત ડાન્સ કર્યો હતો. હવે આ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્રિયંકા તમન્ના ભાટિયાના હિટ નંબર ‘આજ કી રાત’ પર તેના સિગ્નેચર સ્ટેપ અને ગ્રેસ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. પ્રિયંકા ચાહર તેના મિત્ર રાજીવને ડાન્સ સ્ટેપ્સ શીખવતી જોવા મળે છે, જે તેની સાથે ડાન્સ સ્ટેપ મેચ કરવાનો પ્રયાસ કરતો દેખાય છે.

બંને વચ્ચેની મોજમસ્તી જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. પ્રિયંકા ચહર ચૌધરી ઉપરાંત અંકિત ગુપ્તા, ગૌહર ખાન, કનિકા માન અને અન્ય સ્ટાર્સે ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી. પ્રીતિ સિમોસે પણ પાર્ટીની ઝલક શેર કરી હતી .

ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી ફેમસ શો ‘ઉડારિયાં’ માટે જાણીતી છે, જ્યાં તેણે તેજો સંધુના રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. શોમાં તેના અભિનયને લોકો આજ સુધી યાદ કરે છે. ત્યારથી તેનું નામ ઘર ઘરમાં જાણીતું થઇ ગયું હતું. ‘ઉડારિયાં’માં તેની સફળતા પછી, પ્રિયંકા રિયાલિટી શો બિગ બોસ 16માં જોવા મળી હતી, જ્યાં તેના સીધા સ્વભાવ, મજબૂત અભિપ્રાયો અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે તેને મોટો ચાહક વર્ગ મળ્યો.

https://www.facebook.com/reel/1770428770422107

આ પણ વાંચો : જોઈ લો ‘મિસ ટીન ઈન્ડિયા’ના નવાબી અંદાજને

ઈન્ડસ્ટ્રીમાં તેની સફર ‘સાવધાન ઈન્ડિયા’ અને ‘ગઠબંધન’ જેવા શોથી શરૂ થઈ હતી, ત્યાર બાદ પ્રિયંકા સફળતાની સીડી ચઢતી ગઈ. સમયની સાથે, તે તેની પ્રતિભા અને દર્શકો સાથે જોડાવાને કારણે દર્શકોમાં પ્રિય બની ગઈ છે. એક્ટિંગથી લઈને મજેદાર ડાન્સ પરફોર્મન્સ કરીને પ્રિયંકાએ સાબિત કરી દીધું છે કે તે બધુ જ કરી શકે છે. ઓન-સ્ક્રીન હોય કે ઑફ-સ્ક્રીન, પ્રિયંકા ચાહર ચૌધરી તેની સુંદરતા અને અભિનયથી તેના ચાહકોના દિલો પર રાજ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button