મહારાષ્ટ્ર

ભાજપના વિધાન પરિષદના સભ્યના મામાની હત્યા: કાવતરું ઘડવા બદલ પત્નીની ધરપકડ: ભૂતપૂર્વ ભાડૂત સાથે હતા અનૈતિક સંબંધ

પુણે: ભાજપના વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના મામા સતીશ વાઘની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ વાઘની હત્યા તેની પત્ની મોહિની વાઘના ભૂતપૂર્વ ભાડૂત સાથેના અનૈતિક સંબંધોનું પરિણામ હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.

સતીશ વાઘની હત્યા કરવાનું મોહિની વાઘે તેના પ્રેમીને કહ્યું હતું અને હત્યાની સુપારી ચાર જણને આપવામાં આવી હતી.
પુણેના હડપસર વિસ્તારમાં સતીશ વાઘ (55) મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા, ત્યારે શેવળવાડી ચોક નજીક કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાંજના પુણે-સોલાપુર હાઇવે પર યવત નજીક વાઘનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) શૈલેશ બાલકવાડે કહ્યું હતું કે વાઘની હત્યાના કાવતરામાં સંડોવણી સામે આવ્યા બાદ મોહિની વાઘની બુધવારે ધરપકડ કરાઇ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોહિનીએ તેના ભૂતપૂર્વ ભાડૂત અક્ષય જાવલકર (29)ને વાઘની હત્યા કરવા માટે કહ્યું હતું. વાઘની હત્યા માટે અક્ષયે ચાર આરોપીને પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હતી.
જાવલકર પરિવાર ઘણાં વર્ષોથી વાઘનો ભાડૂત હતો. એ સમયગાળામાં મોહિની અને અક્ષય વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા.

આ પણ વાંચો : ઝીરો વિઝિબિલિટીના કારણે પુણેથી ભાવનગર આવતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પત્નીના અનૈતિક સંબંધની જાણ વાઘને થતાં તેણે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ જાવલકર પરિવાર અન્યત્ર રહેવા જતો રહ્યો હતો. જોકે મોહિની અને અક્ષય એકબીજાના સંપર્કમાં હતાં. આ બાબતને લઇ વાઘ તેની પત્નીની મારપીટ કરતો હતો.

પોલીસે આ કેસમાં મોહિની અને અક્ષય ઉપરાંત પવન શ્યામસુંદર શર્મા (30), નવનાથ અર્જુન ગુરસાલે (31), વિકાસ સીતારામ શિંદે (28) અને આતિશ જાધવની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button