મનોરંજન

સોનાક્ષીના વિવાદ મુદ્દે હવે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું, કહ્યું કે…

મુંબઈઃ અભિનેત્રી સોનાક્ષી સિંહાના ઝહીર ઇકબાલ સાથેના લગ્ન પછી કોઈને કોઈ બાબતને લઈ વિવાદ થતો રહે છે. હાલમાં જ મુકેશ ખન્નાએ સોનાક્ષી સિન્હાના ઉછેર પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યાર બાદ કુમાર વિશ્વાસ પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા. કુમાર વિશ્વાસે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તેમની નિંદા કરી હતી. હવે અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિન્હાએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે અને એક્સ પર પોસ્ટ કરીને તેમને ટેકો આપનારા તમામનો આભાર માન્યો છે. સાથે જ કહ્યું કે આ મામલો હવે ખતમ થઈ ગયો છે તેથી બીજું કંઈ કહેવાની જરૂર નથી. શત્રુઘ્ન સિન્હાએ પોસ્ટમાં લખ્યું હતું કે તમારી માહિતી, સમજણ અને પ્રશંસા માટે આભાર. શત્રુઘ્ને આગળ લખ્યું હતું કે જ્યારે મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે તો આ મામલો સોનાક્ષી અને અમારી તરફથી ખતમ થઇ ગયો છે.

શું મારે બીજું કંઈ કહેવાની જરૂર છે? જય હિન્દ! તાજેતરમાં જ કુમાર વિશ્વાસે એક કોન્ફરન્સમાં સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર તેનું નામ લીધા વિના ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરાવો. તમારા બાળકોને રામાયણ અને ગીતા સંભળાવો. નહીં તો એવું ન થાય કે તમારા ઘરનું નામ રામાયણ હોય, પરંતુ તમારા ઘરની લક્ષ્મીને કોઈ બીજું લઈ જાય. આના પર કોંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતેએ એક વીડિયો જાહેર કરીને તેમને જવાબ આપ્યો હતો કે, ‘કુમાર વિશ્વાસજી, તમે માત્ર સોનાક્ષી સિન્હાના લગ્ન પર જ નહીં, પરંતુ તમે સ્ત્રીઓ પ્રત્યેની તમારી ભાવના પણ વ્યક્ત કરી છે.

શું છોકરી એક વસ્તુ છે, જેને કોઈ ઉપાડીને લઈ જશે? કુમાર વિશ્વાસ પહેલા અભિનેતા મુકેશ ખન્નાએ સોનાક્ષીના ઉછેર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એ છોકરીને એ પણ ખબર નથી કે ભગવાન હનુમાન સંજીવની લાવ્યા હતા. સોનાક્ષીના ભાઈના નામ લવ અને કુશ છે. લોકો ગુસ્સે થઈ ગયા કે સોનાક્ષીને આટલી પણ ખબર નથી. પરંતુ તે તેની ભૂલ નહીં તેના પિતાની ભૂલ છે. તેઓએ બાળકોને રામાયણ વિશે શીખવ્યું નથી ? જો હું આજે શક્તિમાન હોત તો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે સમજણ આપી હોત.

Also read: કેટવોક કરતી વખતે પોતાની મિલિયન ડોલર સ્માઈલ અને કાતિલ અદાઓથી સોનાક્ષીએ

મુકેશ ખન્નાની વાત સાંભળીને અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી. તેણે એક લાંબી પોસ્ટ લખીને તેના પિતાના ઉછેર પર સવાલ ઉઠાવવા સામે ચેતવણી આપી હતી. જે બાદ મુકેશે કબૂલાત કરી હતી કે તેણે આ બાબતને આટલી ખેંચવી જોઈતી નહોતી. તે ભવિષ્યમાં આનું પુનરાવર્તન નહીં કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button