નેશનલ

બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ’ ભજન મુદ્દે બબાલ, લાલુ પ્રસાદે ભાજપના લીધા ક્લાસ

પટનાઃ બિહારની રાજધાની પટનામાં લોકગાયિકા દેવીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ, ઈશ્વર-અલ્લાહ તેરો નામ’ ગાયું હતું. કાર્યક્રમમાં તેણીએ ‘ભારત માતા કી જય’ અને ‘અટલ બિહારી વાજપેયી અમર રહો’ના નારા પણ લગાવ્યા હતા. તેના ભજનને લઈ લોકો નારાજ થયા હતા. વિવાદ થતાં તેણે માફી પણ માંગી લીધી હતી. જેને લઈ બિહારના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. વિપક્ષે આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહી છે. કૉંગ્રેસ અને આરજેડી પ્રમુખ લાલુ યાદવે ઘટનાનો વીડિયો શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

કૉંગ્રેસે ગુરુવારે અખબારનું કટિંગ ટ્વિટ કરીને લખ્યું, પટનામાં અટલ બિહાર વાજપેયીની જયંતિ પર યોજાયેલા કાર્યક્રમમાં લોકગાયિકા દેવીએ ગાંધીજીનું પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા ગામ ગાયું હતું. જેને લઈ સામે બેઠેલા ભાજપના નેતાઓએ હંગામો કર્યો હતો. લોક ગાયિકાની ભજન ગાવા માટે માફી મંગાવવામાં આવી હતી. ગાંધીજીને લઈ આરએસએસ-ભાજપના લોકોમાં કેટલી નફરત છે તેનું આ ઉદાહરણ છે. ગોડસેની વિચારધારા ધરાવતાં લોકો ગાંધીજીનું સન્માન ન કરી શકે. આ દેશ ગોડસે નહીં પણ ગાંધીની વિચારધારાથી ચાલશે તેવું યાદ રાખે.

આ પછી કૉંગ્રેસે કાર્યક્રમનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદી, આ વીડિયો જુઓ. તમારી પાર્ટીના નેતા તમને આદર્શ માને છે, તેમને ગાંધીજીથી કેટલી નફરત છે. શું તેમને પણ દિલથી માફ કરી દેવા જોઈએ?

આ પણ વાંચો : બિહારમાં ફરી થશે ‘ખેલા’? નીતિશ કુમારના મૌન અને એકનાથ શિંદેને શું સંબંધ?

લાલુ પ્રસાદ યાદવે પણ કર્યા પ્રહાર

કૉંગ્રેસ બાદ આરજેડીના વડા લાલુ યાદવે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે એક્સ પર લખ્યુ, ભાજપવાળાને જય સિયારામ-જય સીતારામ. આ નારાથી શરૂઆતથી જ નફરત છે, કારણકે તેમાં માતા સીતાનો જયકાર છે. આ લોકો શરૂથી જ મહિલા વિરોધી છે અને જયશ્રી રામની સાથે મહિલાઓનું પણ અપમાન કરે છે.

લાલુ યાદવે કહ્યું, ગાયિકા દેવીએ ગઈકાલના કાર્યક્રમમાં બાપુના પ્રિયભજન ગાયું અને તેણે સીતારામ કહ્યું તો ભાજપના નેતાઓ દ્વારા માઇક પર માફી મંગાવવાની ફરજ પાડી હતી. તેમણે માતા સીતાના જય સીતારામના બદલે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. આ સીતા માતા સહિત મહિલાઓનું અપમાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button