નેશનલ

પંજાબ અને હરિયાણામાં ઠંડીનો ચમકારોઃ ચંદીગઢમાં 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું

ચંદીગઢઃ પંજાબ અને હરિયાણામાં આજે અનેક સ્થળોએ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બંને રાજ્યોની રાજધાની ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબના પઠાણકોટ અને ફરીદકોટમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના અમૃતસરમાં રાત્રિના સમયે તાપમાન 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગુરદાસપુરમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Also read: Kutch માં હાડ થીજાવતી ઠંડી, નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક

ફિરોઝપુરમાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી અને રૂપનગરમાં 5.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા બંને સ્થળોએ કોલ્ડવેવ જેવી સ્થિતિ અનુભવાઇ હતી. લુધિયાણા અને પટિયાલામાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણાના નારનૌલમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સિરસામાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. કરનાલમાં પણ કડકડતી ઠંડી વચ્ચે લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અંબાલામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ, હિસારમાં 6.9 ડિગ્રી અને ગુરુગ્રામમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button