અમદાવાદ

PHOTOS: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં કરી લંગર સેવા, પીરસ્યું ભોજન

અમદાવાદઃ શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી (guru govind singh) ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ (veer bal diwas) તરીકે ઉજવાવામાં આવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં (thaltej gurudwara) આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

મુખ્ય પ્રધાન ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવ પૂર્વક ગુરુ ગ્રંથ શાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. આ ઉપરાંત થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.

તેમણે આ પ્રસંગે કહ્યું કે, દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે. વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતની 680 યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશેઃ ભૂપેન્દ્ર પટેલે ‘પોર્ટલ’ લોન્ચ કર્યું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button