ગુજરાતના આ શહેરમાં Snow Fall વચ્ચે Christmas Party કરતી દેખાઈ અંબાણી પરિવારની વહુ
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર (Ambani Family) કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ રહે છે અને એમાં પણ જ્યારથી પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન થયા છે ત્યારથી તો પરિવારની નવી વહુ રાધિકા મર્ચંટ સખત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ફરી એક વખત ગુજરાતના જામનગર ખાતે ક્રિસમસ પાર્ટી કરીને રાધિકા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. રાધિકાની આ પાર્ટી અને તેના આઉટફિટના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. એમાં પણ સૌથી વધુ ચર્ચા તો પાર્ટીમાં થયેલા સ્નો ફોલની થઈ રહી છે.
આ પણ વાંચો: Kriti Sanonએ બોયફ્રેન્ડ સાથે ઉજવી રોમેન્ટિક ક્રિસમસ; સાક્ષી ધોનીએ દેખાડી ઝલક
રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગર ખાતે પોતાના મિત્રો સાથે શાનદાર ક્રિસમસ પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી. પરંતુ આખી ઇવેન્ટમાં સૌથી વધુ ચર્ચા તો એક જ વાતની થઈ રહી છે એમાંથી એક એટલે રાધિકાનો આઉટફિટ અને બીજું એટલે પાર્ટીમાં થયેલા સ્નોફોલની. ચોંકી ગયા ને? સ્નો ફોલ અને એ પણ ગુજરાતમાં? ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી.
સૌથી પહેલા વાત કરીએ રાધિકાના આઉટફિટની. આ પાર્ટી માટે રાધિકાએ રેડ અને વ્હાઈટ કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો. રાધિકાએ રેડ કલરનો ટર્ટલ નેકવાળો સિકવન્સ ડ્રેસ પહેર્યો હતો જે તેને વધુ વિન્ટર ફ્રેન્ડલી બનાવી રહ્યો હતો. આ આઉટફિટ સાથે તેને સફેદ કલરનો ફરી જેકેટ સ્ટાઈલ કર્યું હતું. આ શોર્ટ ડ્રેસ સાથે રધિકાએ બ્લેક કલરના ટાઈટી અને જીમી ચુ બુટ્સ પહેર્યા હતા. આ બુટની કિંમત 1495 ડોલર એટલે કે આશરે 1,27,444 રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે ડ્રેસની કિંમત વિશે વાત કરીએ તો આ ડ્રેસની કિંમત સાડાત્રણ લાખ રૂપિયાની પોણાચાર લાખ રૂપિયા હોવાનો દાવો પણ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ કિંમતી આઉટફિટ સાથે રાધિકાએ ડાયમંડ જ્વેલરી અને હેન્ડ મંગળસૂત્ર તેમ જ લક્ઝરી વોચ સાથે પૂરો કર્યો હતો. રાધિકાના આ લૂકને ગ્લોસી મેકઅપે ગ્લેમરસ બનાવવાનું કામ કર્યું હતું.
આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ પાર્ટીમાં સ્નો ફોલ કઈ રીતે થયો અને એની સ્ટોરી શું છે તો તમારી જાણ માટે કે જામનગર એ ગુજરાતનો કિનારાનો વિસ્તાર છે એટલે ત્યાં સ્નો ફોલ થાય એ તો શક્ય નથી. પરંતુ અંબાણી પરિવારની કંઈ વાત થાય? રાધિકાએ ક્રિસમસ પાર્ટીને રિયલ બનાવવા માટે અર્ટિફિશિયલ સ્નો ફોલ કરાવ્યો હતો. આ પાર્ટીમાં રાધિકા સાથે અંબાણી પરિવારના ખૂબ જ નજીક ગણાતો ઓરી પણ જોવા મળ્યો હતો, ઓરીનો વિન્ટર લુક પણ સોશિયલ મીડિયામાં પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ન જોયો હોય તો અત્યારે જ જોઈ લો…