પ્રતિમા અરોરા
જો હુડીનો ક્રેઝ યુવાઓ વચ્ચે આખા ભારતમાં ઝડપથી વધી રહ્યો છે તો તેનું રસપ્રદ કારણ છે. સૌ પ્રથમ તો એ છે કે આ એક તરફ જ્યાં ખૂબ સ્ટાઇલિશ હોય છે. જ્યારે તેની સિમ્પ્લીસિટી પણ કમાલની છે.
જેનો અર્થ છે કે આ હુડી એક એવું આઉટફિટ છે જે કેઝ્યુઅલ વિયરમાં કેરી કરવામાં આવી શકે છે અને કેટલાક સ્ટાઇલિશ વિયર કરવાનું હોય છે તેમાં પણ હુડીનો ઓપ્શન હાજર છે. લૂકમાં આ એક કેઝ્યુઅલ પણ લાગે છે અને સ્ટાઇલિશ પણ. જિન્સ, જોગર્સ અથવા શોર્ટ્સ સાથે તેને સરળતાથી પેયર કરી શકાય છે.
યુવાઓ વચ્ચે તેના વધતા જલવાનું એક કારણ એ પણ છે કે સાધારણ હુડી 500 થી 1500 રૂપિયાની રેન્જમાં ઉપબલ્ધ છે તો સ્ટેટ્સ શો કરવાના લોકો માટે પ્રીમિયમ હુડી જેમાં નાઇકી, એડિડાસ, ઝારા અને સુપરડ્રાઇ જેવા બ્રાન્ડસ છે. તેની શરૂઆત 4000થી લઇને 10 હજાર રૂપિયાની વચ્ચે છે
અને જો લક્ઝરી હુડીની વાત કરીએ તો જેમાં ગુચ્ચી, બાલંસિયાગા જેવા બ્રાન્ડની હુડી 10,000 રૂપિયાથી શરૂ થાય છે. જોકે દેશભરમાં આ હુડીના સ્ટોર સીમિત છે. સામાન્ય રીતે તેને ઓનલાઇન મંગાવવામાં આવે છે. પરંતુ આ એક્સક્લુઝિવ ડિઝાઇન લિમિટેડ એડિશન અને હાઇ ફેશન માટે જાણીતી છે.
હુડી ભારતની ઝેડ જનરેશન વચ્ચે એટલા માટે ખૂબ લોકપ્રિય છે કારણ કે તેમાં અનેક જબરદસ્ત ખાસિયતો છે. આ સેલ્ફ એક્સપ્રેશનનું પ્રતીક છે. તેમાં સીઝનલ અપીલ અને વિકલ્પ પણ છે. સાથે હુડી સેલિબ્રિટીઝ કલ્ચરની ખૂબ નજીક છે.
હુડીની અનેક એવી ડિઝાઇન છે જેમાં આકર્ષક પ્રિન્ટ્સ, સ્લોગન, બ્રાન્ડેડ લોગો લાગેલા હોય છે. જે યુવાઓમાં સેલ્ફ એક્સપ્રેશનનું માધ્યમ બની જાય છે. એટલે કે જે તેઓ કહેવા માગે છે તે હુડી કહી દે છે.
અનેક આઉટફિટ ફક્ત સીઝન વિશેષ માટે હોય છે. પરંતુ હુડી સાથે એક સારી વાત એ છે કે આ શિયાળા માટે પણ ઉપલબ્ધ છે અને ઉનાળા માટે પણ. કારણ કે આ આરા અને થર્મલ સુરક્ષા બંન્ને આપે છે. પરંતુ કદાય યુવાઓ વચ્ચે તેનો ક્રેઝ એટલા માટે ખૂબ વધુ હોય છે કારણ કે તેને વારંવાર સેલિબ્રિટી કેરી કરે છે.
દેશમાં યુવાઓમાં હુડીની ડિઝાઇન ખૂબ પસંદ છે. સૌથી વધુ પ્લેન અને સોલિડ કલરની હુડીને પસંદ કરવામાં આવે છે. બ્લેક, વ્હાઇટ, ગ્રે અને વાદળી રંગની હુડીને તમામ ઋતુમાં આકર્ષક લાગે છે. એટલા માટે આ તમામ ઋતુઓમાં લોકપ્રિય રહે છે. બીજા નંબર પર જે હુડીને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તેમાં એનિમેશન, કોડ઼્સ અથવા મશહૂર બ્રાન્ડના લોગો પ્રિન્ટ્સ હોય છે. તેને ગ્રાફિક હુડી કહેવામાં આવે છે.
કેટલાક અન્ય લોકપ્રિય હુડીમાં ઓવરસાઇઝ્ડ હુડી ખાસ કરીને છોકરીઓને ખૂબ પસંદ હોય છે. જ્યારે શિયાળામાં જિપ-અપ હુડીને આરામદાયક અને સ્ટ્રીટ સ્ટાઇલ લૂક માટે છોકરીઓ પસંદ કરે છે. થર્મલ અને વિન્ટર હુડી પણ યુવાઓ વચ્ચે ખૂબ લોકપ્રિય કેટેગરીમાં આવે છે.
હુડી એટલા માટે યુવાઓને પસંદ આવે છે કારણ કે તેને કેરી કરવામાં અનેક પ્રકારના કમ્ફર્ટ હોય છે. આ સોફ્ટ ફૈબ્રિકથી બનેલી હોય છે. સામાન્ય રીતે હુડી કોટન, પોલિસ્ટર અથવા ફ્લીસ મિશ્રિત ફૈબ્રિકથી બનેલી હોય છે. આ ચામડી પર નરમ અને હળવો અનુભવ કરાવે છે.
હુડીનો એક કમ્ફર્ટ એ પણ છે કે આ ફ્રી મૂવમેન્ટની આઝાદી આપે છે. આ આપણને ફિટ કપડાની તુલનામાં વધુ સ્વતંત્રતા આપે છે. તેના એક કમ્ફર્ટનું કારણ એ પણ છે કે તે તમામ સીઝન વિયર છે એટલે કે કોઇ પણ પ્રસંગે પહેરી શકાય છે. ખાસ કરીને હળવી હુડી ગરમીમાં અને થર્મલ હુડીને શિયાળામાં પહેરી શકાય છે.
ઓવરસાઇઝ હુડી શરીરને ઢાંકવા અને આરામદાયક અનુભવ કરાવવાનું એક મોટું કારણ છે. એટલા માટે જ્યાં લોકોને ફિટ હુડી પસંદ આવે છે તો કેટલાક લોકોને લૂઝ હુડી પણ પસંદ આવે છે. સૌથી મોટી વાત એ છે કે આ ગ્લોબલ ફેશન છે.
હુડી ભારત સહિત, જાપાન, કોરિયા, અમેરિકા અને યુરોપમાં લગભગ તમામ દેશોમાં પસંદ કરાય છે. અમેરિકામાં હુડી અર્બન સ્ટ્રીટ વિયર છે. ખાસ કરીને રૈપર અને હિપ હોપ કલ્ચરમાં તેને ખૂબ પસંદ કરાય છે.
યુરોપમાં હુડીને વિન્ટેજ અથવા સ્ટાઇલિશ જેકેટ્સ સાથે લેયર કરવાનો ટે્રન્ડ છે. જાપાન અને કોરિયામાં હુડી ક્યૂટ અને એસ્થેટિક ફેશનના રૂપમાં જોવા મળે છે. જ્યારે ભારત ખાસ કરીને મેટ્રો શહેરોમાં આ ઓલ સીઝન આઉટફિટ છે.
ભારતમાં હુડીના જે બ્રાન્ડ લોકપ્રિય છે તેમાં નાઇકી, એડિડાસ, પ્યૂમા, એચએન્ડએમ, ઝારા, સુપ્રીમ અને મેક્સ જેવા બ્રાન્ડનો સમાવેશ થાય છે. નાઇકીની હુડી સ્પોર્ટી અને ડેઇલી વિયર માટે જાણીતી છે. જ્યારે એડિડાસની હાઇ ક્વોલિટી, પ્યૂમાની યંગ જનરેશન માટે ટે્રન્ડી, એચ એન્ડ એમની હુડી સસ્તી અને સ્ટાઇલિશ, ઝારાની ક્લાસી અને મ્યૂટેડ ટોન્ડ માટે, સુપ્રીમની સ્ટ્રીય વિયરના કિગ અને પ્રોડક્ટર તથા મૈક્સની હુડી બજેટ ફ્રેન્ડલી છે.
હુડી એક સ્ટાઇલિશ સાથે સાથે આઇડિયલ આઉટફિટ છે. કારણ કે તે ફંક્શનલની સાથે સાથે સોશિયલ ઇવેન્ટ્સમાં પણ મહત્ત્વપૂર્ણ છે. હુડીને પોક્ટ્સ અને કવરવાળા હુડી ખાસ બનાવે છે. હુડીની ડિઝાઇન યુવાઓમાં પર્સનાલિટીમાં પણ મહત્ત્વપૂર્ણ છે. ભારત જેવા સમાજમાં જ્યાં એક તરફ ફેશન સ્વીકાર નથી કરતા ત્યાં હુડીને તમામ વર્ગ અને ઉંમરના લોકોમાં ઓળખ મળી છે. આ જ કારણ છે કે ભારતના યુવાઓમાં હાલના દિવસોમાં હુડીનો ખૂબ ક્રેઝ છે.