IND vs AUS 4th Test: વિરાટ કોહલી એ એવું તે શું કર્યું કે ઓસ્ટ્રેલિયન કેમ્પ ધુંઆપુંઆ થઈ ગયો! પોન્ટિંગે કહી આ વાત…
મેલબોર્ન: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ (IND vs AUS 4th Test) રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ઘણા ભારતીય ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયા વચ્ચે વિવાદો સર્જાયા હતાં. મેચ શરૂ થતાં મેદાનમાં પણ વાતાવરણ ગરમ થઈ ગયું હતું છે. વિરાટ કોહલીએ એવી હરકત કરી કે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ ધુંઆપુંઆ થઈ ગયા.
આ પણ વાંચો : મેલબર્નમાં ભારત ફરી જીતીને રચી શકે નવો ઇતિહાસ, 1985માં આ અનેરી સિદ્ધિ ચૂકી ગયા હતા
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો:
ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી, ટીમની શરૂઆત ખૂબ જ સારી રહી. નવોદિત ખેલાડી સેમ કોન્સ્ટાસનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. તેણે ભારતીય બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન સેમ કોન્સ્ટાસ અને વિરાટ કોહલી એકબીજા સાથે અથડાયા. જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ. આ મામલે ઓસ્ટ્રેલિયન ટીમ અને મેનેજમેન્ટ વિરાટ કોહલીથી નારાજ છે.
પોન્ટિંગે કોહલીને ફટકાર લગાવી:
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગે વિરાટ કોહલી પર સેમ કોન્સ્ટાસ સાથે ઈરાદાપૂર્વક અથડાવવાનો આરોપ લગાવ્યો છે. વિવાદ પોટિંગે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં કોહલી પર 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીને જાણીજોઈને ટક્કર મારવાનો આરોપ લગાવ્યો હતો. પોન્ટિંગે કહ્યું કે આપણે કોન્સ્ટા અને વિરાટ વચ્ચેની ટક્કરનો રિપ્લે જોઈ શકીએ છીએ અને જુઓ વિરાટ ક્યાં ચાલી રહ્યો છે. વિરાટ તેની જમણી તરફ ગયો અને કોન્સ્ટા સાથે જાણીજોઇને અથડાયો. આ અંગે મારા મનમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો : બુમરાહે બૉક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં જ નવો ઇતિહાસ રચ્યો, ભારતનો એવો પહેલો ફાસ્ટ બોલર છે જેણે…
મહિલા ખેલાડીએ પણ આરોપ લગાવ્યો:
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટારની પત્ની અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ખેલાડી એલિસા હીલીએ આ મુદ્દે કહ્યું કે આ નિરાશાજનક છે, એક અનુભવી ખેલાડી, જે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે, તે સ્લેજ કરવા માટે વિરોધી ટીમના સૌથી યુવા ખેલાડીને નિશાન બનાવી રહ્યો છે. આ ખરેખર તમારી ટીમની છબી ખરડાઇ એવું છે. પરંતુ જો ભારતીય ટીમ આ રીતે રમવા માંગે છે, તો એવું રાખો. પરંતુ આનાથી કોન્સ્ટાને સહેજ પણ પરેશાન ન થયું.