નેશનલ

આ કારણે ભારતીય શેરબજારને ફટકો, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એક્ઝિટ મોડમાં!

મુંબઇ: અમેરિકામાં2025માં વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેત બાદ શેરબજારમાં માનસ ખરડાયું છે.
2024માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી દાયકાની ટોચે પહોંચી છે. એફપીઆઇની નેટ રૂ. 2.91 લાખ કરોડની વેચવાલી નોંધાઇ છે. જોકે, ઈક્વિટીમાં રૂપિયા પાંચ લાખ કરોડની નેટ ખરીદી સાથે ડીઆઈઆઈનો બજારને ટેકો મળ્યો છે.

2024નું વર્ષ સમાપ્ત થવાની નજીકમાં છે ત્યારે ભારતીય શેરબજાર કેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) સતત ચોથા વર્ષમાં નેટ વેચવાલ જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની વર્તમાન વર્ષમાં સતત ચોથા વર્ષે નેટ લેવાલી જોવા મળે છે. વર્તમાન વર્ષનો એફપીઆઈનો વેચવાલીનો આંક દાયકાની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

શેરબજારની દ્રષ્ટિએ 2024ના હવે છ સત્ર બાકી છે, ત્યારે સમાપ્ત થઈ રહેલા વર્ષમાં ડિસેમ્બરની 20 સુધીમાં ભારતીય ઈક્વિટીસમાં એફપીઆઈની રૂપિયા 291355.99 કરોડની નેટ વેચવાલી રહી છે.

વર્તમાન વર્ષની કુલ નેટ વેચવાલીમાંથી રૂપિયા 1.14 લાખ કરોડની વેચવાલી એકલા ઓકટોબરમાં જ જોવા મળી હતી.
2015થી છેલ્લા એક દાયકામાં ભારતીય ઈક્વિટીસમાં 2019 તથા 2020ના વર્ષને બાદ કરતા એફપીઆઈ દરેક વર્ષમાં નેટ વેચવાલ રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

Also Read – Stock Market : શેરબજારના રોકાણકારોને ફળ્યું વર્ષ 2024, જાણો કેવું રહેશે 2025 નું વર્ષ…

એફપીઆઇની રૂ. 2.91 લાખ કરોડની ચોખ્ખી વેચવાલી સાથે 2024ની નેટ વેચવાલીનો આંક દાયકાની ઊંચી સપાટીએ છે. એકતરફ વિદેશી ફન્ડોની નેટ વેચવાલી રહી છે જ્યારે બીજી બાજુ ડીઆઈઆઈની વર્તમાન વર્ષમાં રૂપિયા પાંચ લાખ કરોડથી વધુની નેટ લેવાલી જોવા મળે છે.

2020ને બાદ કરતા છેલ્લા એક દાયકામાં ડીઆઈઆઈ ઈક્વિટી કેશમાં નેટ લેવાલ રહ્યા છે.

વર્તમાન વર્ષની રૂપિયા પાંચ લાખ કરોડની ઘરેલુ રોકાણકારોની ખરીદી દાયકાની ઊંચી સપાટીએ છે.

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી કર્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) ડિસેમ્બરમાં હવે નેટ વેચવાલ બની રહ્યા છે.

વર્તમાન વર્ષમાં હવે ભારતીય શેરબજારમાં કામકાજના છ સત્ર બાકી છે ત્યારે વિદેશી ફન્ડોની વર્ષના અંતિમ ભાગમાં કેવી ચાલ રહે છે, તેના પર બજારની નજર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button