આપણું ગુજરાત

વડોદરામાં દુર્ઘટના સર્જાતાં ટળી: ચાલુ રાઈડે દરવાજો ખુલી જતા બાળકી નીચે પડી

વડોદરાઃ રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનાં પાલનની બાહેંધરી સાથે છૂટ આપવામાં આવી છે. સરકાર તરફથી કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ પણ હજી તંત્રમાં કોઇ સુધારો ન હોય તેવી ઘટના વડોદરામાં સર્જાય છે.

માંજલપુર વિસ્તારની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં આયોજિત રોયલ આનંદ મેળામાં મોટી દુર્ઘટના સર્જાતાં સર્જાતાં રહી ગઈ છે. અહી ચાલુ રાઈડે દરવાજો ખુલી જતા નાની બાળકી ચાલુ રાઈડમાંથી નીચે પડી હતી. બાળકી નીચે પડતાં જ લોકોએ બૂમાબૂમ કરી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર, ફાયર બ્રિગેડની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે મેળો બંધ કરાવ્યો હતો. તેમજ આ મામલે તપાસ શરૂ કરી હતી. મળતી વિગતો અનુસાર આ રાઈડમાં 12 જેટલા બાળકો સવાર હતા. જો કે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.

Also Read – ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને અંગૂઠા પકડવાનું કહી સટાસટ માર્યા 8 લાફા માર્યા

બાળકોને બચાવવા કરી બુમાબુમ
વાલી અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, મશીનમાં કઈક ખરાબી થતાં અચાનક રાઇડની સ્પીડ વધી ગઇ અને તેને રોકવું અશક્ય હતું. સ્પીડ એકાએક વધતા ચાલુ રાઇડમાં દરવાજા ખુલી ગયા હતા અને બાળકો બહાર લટકી પડ્યા હતા. લોકોએ બાળકોને બચાવવા બુમાબુમ કરી મૂકી હતી અને ઓપરેટર ત્યાંથી ભાગી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button