સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરોને શુક્રવારે વડોદરામાં ક્લીન-સ્વીપનો મોકો

વડોદરાઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે અહીં વેસ્ટ ઇન્ડિઝની પ્રવાસી ટીમને સિરીઝની સતત બીજી વન-ડેમાં 115 રનના તોતિંગ તફાવતથી હરાવીને 2-0ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો ત્યાર પછી હવે શુક્રવાર, 27મી ડિસેમ્બરે આ જ સ્થળે ત્રીજી મૅચ પણ જીતીને ભારતને 3-0થી કૅરિબિયન ટીમનો વાઇટ-વૉશ કરવાનો મોકો છે. મંગળવારની બીજી મૅચમાં ભારતે હર્લીન દેઓલ (115 રન)ની 16 ફોરની મદદથી બનેલી ધમાકેદાર સદીની મદદથી પાંચ વિકેટે 358 રન બનાવ્યા હતા જેમાં ત્રણ બૅટરની હાફ સેન્ચુરી પણ સામેલ હતી. સ્મૃતિ મંધાનાએ 53 રન, પ્રતિકા રાવલે 76 રન અને જેમાઇમા રૉડ્રિગ્સે બાવન રન બનાવ્યા હતા.

Also read: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પ્રથમવાર હરાવ્યું

વેસ્ટ ઇન્ડિઝની આઠ બોલર ભારતીય ટીમને સાડાત્રણ-પ્લસનો સ્કોર બનાવતા રોકી નહોતી શકી. નવાઈની વાત એ છે કે હર્લીનના 115 રનમાં એક પણ સિક્સર નહોતી. તેણે 132 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 103 બૉલમાં આ 115 રન બનાવ્યા હતા. સિરીઝમાં હર્લીન કુલ 159 રન સાથે તમામ બૅટર્સમાં મોખરે છે, જ્યારે સ્મૃતિ મંધાના 144 રન સાથે બીજા સ્થાને છે.
કૅરિબિયન ટીમ મંગળવારે હૅલી મૅથ્યૂઝ (106 રન)ની સદી છતાં 243 રનમાં આઉટ થઈ ગઈ હતી. પ્રિયા મિશ્રાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button