વડોદરા

વડોદરામાં 22 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાંથી નશાનો કારોબાર ઝડપથી ફુલીફાલી રહ્યો છે. રાજ્યના મોટા શહેરો સુરત, અમદાવાદ, અને મુદ્રામાંથી અનેક વખત ડ્રગ્સનો ઝથ્થો ઝડપાઈ ચુક્યો છે, આ દરમિયાન વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો. લાખો રૂપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી અગાઉ પણ નશાના વેપારમાં ઝડપાઇ ચુક્યો છે. વડોદરાના તાંદલજાની શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ પટેલ છેલ્લા થોડા સમયથી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી આદિબ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો.

Also read: ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના સરકાર પર પ્રહાર; કહ્યું ગુજરાત બની ગયું “ડ્રગ્સનું હબ”…

પોલીસે મકાનમાંથી રૂ. 22 લાખની કિંમતનો 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને મોબાઈલ કબ્જે કરી આદિબની પૂછપરછ કરતા કરતા આ ગાંજો તેના પિતા સુરત તરફથી લાવતા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે અબ્દુલ ઈબ્રાહીમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ અબ્દુલની શોધમાં હતી ત્યારે અબ્દુલ તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસને ગાંજાનો સપ્લાય વિદેશમાં થતો હોવાની પણ આશંકા છે. આરોપીના પિતા પણ આ જ ગુનાખોરીના નેટવર્કમાં સંડોવાયેલા છે. પોલીસે આરોપીના ફરાર પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button