Metaની મોટી તૈયારી, રે-બેન ગ્લાસમાં મળશે હવે ડિસ્પ્લે, થશે અનેક ફાયદાઓ…

રેબેન મેટા સ્માર્ટ ગ્લાસ (Ray-Ban Meta Smart Glasses) પોતાના ફીચર્સ અને રેકોર્ડિંગને કારણે ખૂબ જ પોપ્યુલર છે. લાંબા સમય સુધી આની કોમ્પિટીશનમાં કોઈ પ્રોડક્ટ લોન્ચ નથી કરવામાં આવ્યો. જોકે, સેમસંગ અને ગૂગલે આ દિશમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ તે સ્માર્ટ ગ્લાસને લોન્ચ કરશે જે એડવાન્સ્ડ એઆઈ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે.
લેટેસ્ટ રિપોર્ટ્સની મદદથી મળેલી માહિતી અનુસાર મેટા રે-બેન ગ્લાસેસમાં નવા ફીચર્સ આપવામાં આવી રહી છે, જેમાં ડિસ્પ્લેનો સમાવેશ પણ થાય છે. જેમાં નોટિફિકેશન, એલર્ટ અને નેવિગેશન વગેરે જોવા મળી શકે છે. હવે સવાલ એ થાય છે કે શું આ સ્માર્ટફોનની જરૂરિયાત ખતમ કરી નાખશે? જોકે, હજી પણ આ ફોન સાથે કનેક્ટેડ રહીને જ કામ કરે છે.
મેટા આવતા વર્ષે સ્માર્ટફોન ગ્લાસેસનું ન્યૂ વર્ઝન લોન્ચ કરશે. આ ન્યૂ વર્ઝનમાં ડિસ્પ્લે જોવા મળશે. આ નવા ગ્લાસની સાથે ડિસ્પ્લેને ઈન્ટિગ્રેટેડ કરવામાં આવશે. આ ડિસ્પ્લેની મદદથી કંપની નોટિફિકેશન્સ અને મેટા એઆઈ સાથે ઈન્ટિગ્રેશન કરી શકશે. જોકે, એવી આશંકા પણ સેવાઈ રહી છે કે ડિસ્પ્લે લાગ્યા બાદ તેમાં બીજા પણ અનેક ફાયદાઓ જોવા મળશે.
આ પણ વાંચો : ત્રણ કલાક રહ્યું Metaનું સર્વર ડાઉન, યુઝર્સ થયા પરેશાન; મેટાએ માફી માંગી
ડિસ્પ્લેની મદદથી યુઝર્સને નેવિગેશન ડિરેક્શનની સાથે સાથે ફોન કે સ્માર્ટવોચના નોટિફિકેશન પણ જોવા મળશે. આ સિવાય પણ અનેક બીજા ફાયદાઓ પણ જોવા મળશે. જૂના મોડેલ્સની સરખામણીએ નવા પ્રોડક્ટ્સમાં બીજા પણ અનેક અપડેટ્સ જોવા મળશે. હાલમાં રે બે મેટા સ્માર્ટ ગ્લાસની સાથે યુઝર્સને વોઈસ આસિસ્ટન્ટની સુવિધા મળે છે. જેની મદદથી યુઝર્સ મેસેજ સેન્ડ કરી શકશે અને કોલ્સ વગેરે કરી શકશે તેમ જ કન્ટ્રોલ કરવા મળશે.
આ ગ્લાસીસ ક્લાસિક રે બે ડિઝાઈનને મેઈન્ટેન રાખે છે. અનેક ટેક્નોલોજી ઈન્ટિગ્રેશન બાદ પણ તેનો લૂક ખૂબ જ સારો લાગી રહ્યો છે. જોકે, વજનમાં આ ગ્લાસીસ ખૂબ જ હળવા છે. આ સ્માર્ટફોનની સાથે બ્લ્યુટુથની સાથે કનેક્ટ કરી શકાય છે.