દિલ્હી ચૂંટણીઃ AIMIM શાહરૂખ પઠાણને આપી શકે છે ટિકિટ, હિંસા સમયે પોલીસ પર તાકી હતી પિસ્તોલ
નવી દિલ્હીઃ આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. તમામ રાજકીય પક્ષો તેમના સ્તર પર તૈયારી કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જેલમાં બંધ શાહરૂખ પઠાણને ટિકિટ આપશે તેવી અટકળો થઈ રહી છે. AIMIMના દિલ્હી અધ્યક્ષ શોએબ જામઈએ શાહરૂખના પરિવાર સાથે મુલાકાત કરી અને કહ્યું કે સ્થાનિક ઉમેદવારની જરૂર લાગશે તો તે ચૂંટણી લડવા તૈયાર છે.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે AAP સરકાર સામે જારી કરી ચાર્જશીટ…
વર્ષ 2020માં નોર્થ ઈસ્ટ દિલ્હીમાં સીએએના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. મૌજપરુ વિસ્તારમાં શાહરૂખ પઠાણે ઑટોમેટિક પિસ્તોલથી પહેલા ભીડ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ દિલ્હી પોલીસના હેડ કૉન્સ્ટેબલ પર પિસ્તોલ તાકી હતી. ભીડનો લાભ ઉઠાવીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, દલિત વિદ્યાર્થીઓ માટે જાહેર કરી આંબેડકર સ્કૉલરશિપ
ક્રાઈમ બ્રાંચે શાહરૂખને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. તેનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. 22 ઓક્ટોબરે દિલ્હી હાઇકોર્ટે શાહરૂખ પઠાણની જામીન અરજી નકારી હતી. કોર્ટે કહ્યું હતું, અરજીકર્તાની 20 મે, 2020નો રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જેલમાં છે. તેણે નિયમિત જામીન માટે એક અરજી અને વચગાળાના જામીન માટે એક અરજી કરી હતી. પરંતું બંને અરજી નકારી કાઢવામાં આવી હતી. આરોપીને 29 ડિસેમ્બર થી 5 નવેમ્બર સુધી વ્યકિતગત બોન્ડ અને 20 હજાર રૂપિયાના જામીન તથા તેટલી જ રકમ જમા કરાવવા પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.