અમદાવાદ

Ahmedabad: બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે વધુ 3 આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવાની ઘટનાને લઈને લોકોનાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા. ગઇકાલે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે હવે આ મામલે પોલીસે ફરાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.

લોકોમાં ભારે રોષની લાગણી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને અમુક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું, જેને પગલે ગઇકાલે લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા.

2 આરોપીની કરી હતી ધરપકડ
ખોખરાની આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. પોલીસે જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે 200 જેટલા લોકોની શંકાના આધારે પૂછપરછ કરી હતી. આ બનાવ અંગે 5 અજાણ્યા લોકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આજથી થશે Kankaria Carnivalનો શુભારંભ, આટલા કરોડનો વીમો ઉતરાવ્યો

જુની અદાવતમાં કર્યું કૃત્ય
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને બે આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા જે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અસલાલીથી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર જુની અદાવતમાં મૂર્તિ ખંડિત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button