આપણું ગુજરાતટોપ ન્યૂઝ

કેબિનેટનો મોટો નિર્ણયઃ ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોલાર પેનલ લગાવાશે

ગાંધીનગરઃ ગુજરાતની પંચાયતોને વીજ અને પાણીનુ બીલ ભરવાના ફાંફા પડી જતાં સરકાર પાસે બીલ માફીની રજૂઆતો વારંવાર થતી રહે છે. વીજ બીલમાં રાહત માટે હવે રાજ્યની પંચાયતની બિલ્ડિંગની છત પર સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સોલાર પેનલને કારણે પંચાયતને વીજબીલમાં રાહત પણ મળશે અને સરકાર તરફથી સબ્સિડી પણ મળશે.

ક્યારથી થઈ શકે છે અમલ

સરકારના આ નિર્ણય બાદ હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઈમારત પર સોલાર પેનલ મૂકાશે. આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે. સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે. સોલાર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે.

Also read: ગુજરાતમાં અલગથી સાયબર યુનિટ બનાવવા માટે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો વિગતો?

રાજ્યમાં તાજેતરમાં 57 નગરપાલિકાએ 311 કરોડ વીજ બિલ ભર્યું ન હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. રાજ્યની નગરપાલિકાઓની અણધણ વહિવટને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. વેરાની આવક ઘટતા પાલિકા માટે આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી.આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે. નગરપાલિકાઓને વીજ બિલના નાણાં ક્યાંથી લાવવા એ સવાલ ઊભો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button