નેશનલ

Indian Railway ના એ સાત સ્ટેશન, જ્યાંથી તમને મળશે એવી ટ્રેન કે…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ભારતીય રેલવેના વિશાળ નેટવર્ક પર જ સાત એવા રેલવે સ્ટેશન આવેલા છે જ્યાંથી તમને ફોરેન જવા માટેની ટ્રેન પણ મળી રહે છે? ચાલો તમને આ સ્ટેશન વિશે જણાવીએ અને તમે આ સ્ટેશન પરથી કયા કયા દેશ જઈ શકો છો એ વિશે પણ જાણીએ-

આ પણ વાંચો : આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…

ભારતીય રેલવેની જ કેટલીક ટ્રેનો ભારતના પડોશી દેશ કહેવાતા નેપાળ અને બાંગ્લાદેશ પણ જાય છે એ વાત તો આપણે જાણીએ છીએ. વાત કરીએ ભારતમાં આવેલા ઈન્ટરનેશનલ રેલવે સ્ટેશનની તો બંગાળમાં આવેલા હલ્દીબાડી રેલવે સ્ટેશનથી તમને બાંગ્લાદેશ જવા માટે ટ્રેન મળી જાય છે.

આ સિવાય જો તમે બાય ટ્રેન જ ભારતના પડોશી દેશ નેપાળની મુલાકાત લેવા માંગો છો તો તમારે આ માટે પહોંચી જવું પડશે બિહાર. બિહારના મધુબની સ્થિત જય નગર રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડીને તમે ખૂબ જ સરળતાથી નેપાળ પહોંચી શકો છો.

બાંગ્લાદેશ જવા માટે તમને બંગાળના ઉત્તરમાં આવેલા 24 પરગના જિલ્લામાં સ્થિત પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી શકો છો. પશ્ચિમ બંગાળના જ માલદા જિલ્લામાં આવેલા સિંગાબાદ રેલવે સ્ટેશન પરથી પણ તમને બાંગ્લાદેશ ખૂબ જ આરામથી પહોંચી શકો છો.

નેપાળ પહોંચવા માટે તમે ભારતીય રેલવેના જ એક બીજા રેલવે સ્ટેશનની પણ મદદ લઈ શકો છો. ભારતીય રેલવેના અનોખા રેલવે સ્ટેશનનું નામ છે જોગબની, જે બિહારમાં આવેલું છે. જોગબની રેલવે સ્ટેશનની બહારથી જ નેપાલની સીમા શરૂ થઈ જાય છે.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પણ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું રાધિકાપુર રેલવે સ્ટેશન મુખ્યત્વે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો : ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…

છે ને એકદમ ધાસ્સુ માહિતી? તમે પણ આ માહિતી મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button