‘ચાય…ચાય..’, ગરમ ચા સાથે પ્લેનમાં ચડી ગયો વ્યક્તિ, ટ્રેન જેવું દ્રશ્ય જોવા મળ્યું વિમાનમાં
જ્યારે પણ આપણે ટ્રેન કે બસમાં દૂરના અતરનો પ્રવાસ કરીએ ત્યારે કંઇક ખાવાપીવાની તલબ તો લાગતી જ હોય છે. એવા સમયે ફૂડ સ્ટોલ અને ચાય નાસ્તાની લારી પર આવી સુવિધા મળી જતી હોય છે. બસ હોય કે ટ્રેન, લોકો અહીં ચા વેચતા જોવા મળે છે. જ્યારે પણ આપણે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણને થોડી વાર પછી ‘ચાય…ચાય’ નો અવાજ સંભળાતો રહે છે. પણ જો તમને પ્લેનમાં આવું જ દ્રશ્ય જોવા મળે તો? જો કોઈ ફ્લાઇટમાં ગરમાગરમ ચા પીરસવાનું શરૂ કરે તો? તમને લાગશે કે આ તો સાવ અશક્ય વાત છે. પણ ના આ સાવ સાચી વાત છે. આવું દ્રશ્ય ઈન્ડિગોની ફ્લાઈટમાં જોવા મળ્યું હતું. પ્લેનમાં ચા વેચતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અહીં મળે છે Special Tea, કિંમત એટલી કે આવી જશે આઈફોન અને બીજું પણ…
આ વીડિયો ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં એક મુસાફર ફ્લાઇટની અંદર ડિસ્પોઝેબલ કપમાં ચા પીરસતો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે તે વ્યક્તિ પ્લેનમાં બેઠેલા મુસાફરોને થર્મોસમાંથી ગરમાગરમ ચા પીરસી રહ્યો છે. જ્યારે મહિલા પૈસા આપવા લાગે છે, ત્યારે તેણે ના પાડી અને કહ્યું હતું કે ચા મફત છે. વીડિયો જોઈને તમને એવું નહીં લાગે કે તે કોઈ ફ્લાઈટનો છે. કારણકે આવા દ્રશ્યો આપણને ટ્રેનોમાં જ જોવા મળે છે.
Three strolling down the aisle of an @IndiGo6E airplane, casually serving tea in disposable cups and one guy for filming the act at 36000 ft pic.twitter.com/dEWWKYtoRk
— J (@fnkey) December 24, 2024
આ મામલે લોકો અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. એરલાઇન કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. ઇન્ડિગો એરલાઇન્સે કહ્યું હતું કે એ વાત સાચી છે કે તેમની ડોમેસ્ટિક ફ્લાઇટમાં આ ઘટના બની હતી. એક મુસાફર બીજામુસાફરને તેની પાસેના થર્મોસમાંથી ચા કાઢીને આપી રહ્યો હતો. તે જેને ચા આપી રહ્યા હતા એ બધા તેના સાથીદારો હતા. ક્રૂ મેમ્બરે તેને જોયો હતો અને તેને તરત જ બેસવા કહ્યું હતું, કારણકે ફ્લાઇટનો ટેક ઑફનો સમય થઇ ગયો હતો. આ ઘટના સમયે વિમાન હવામાં નહોતું. જૂથોમાં મુસાફરી કરતા ઘણા મુસાફરો એકબીજા સાથે ચા-પાણી-નાસ્તાની આપ-લે કરતા હોય છે. આમાં કોઇ પેસેન્જર સામે નિયમ તોડ્યાનો કેસ કરી શકાય નહીં.
આ પણ વાંચો: શિયાળાનો તોડ છે કાશ્મીરી કાવો
જોકે, લોકો આ વીડિયો પર જુદી જુદી કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઇને આ રીલ પસંદ આવી છે. તેઓ કહે છે કે, ‘વાહ હવે પ્લેનમાં પણ ગરમાગરમ ચા મળશે.’ તો કેટલાકે જણાવ્યું છે કે , ‘હવે માત્ર પકોડા, પાઉંવડા જ મળવાના બાકી રહ્યા છે.’ અન્ય એક નેટિઝને લખ્યું છે કે, ‘આને લીધે જ વિદેશમા આપણી છબી ખરડાય છે.’