આમચી મુંબઈ

કાચિંડાની જેમ કલર બદલે છે Ambani Family ના સદસ્યની આ કાર, કિંમત એટલી કે…

અંબાણી પરિવાર (Ambani Family) અને એમનું કાર કલેક્શન ખૂબ જ લક્ઝુરિયસ છે. દરેક સભ્ય પાસે એકથી ચડિયાતી એક ટેક્નોલોજીથી સજ્જ કાર છે, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું ઈશા અંબાણી (Isha Ambani)ના કાર કલેક્શન વિશે. મમ્મી-પપ્પા અને ભાઈઓની જેમ ઈશા પાસે પણ એકથી ચઢિયાતી એક કાર છે પરંતુ આપણે જે કાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ કારની ખાસિયત વિશે વાત કરીએ તો તે કાચિંડાની જેમ કલર બદલે છે. જી હા, આ કારની કિંમત વિશે વાત કરીએ તો તેમાં મુંબઈ જેવા શહેરમાં એક નહીં પણ બે-ત્રણ ફ્લેટ આવી જાય…

ઈશા અંબાણીના કાર કલેક્શનમાં એકથી ચઢિયાતી એક શાનદાર કાર છે અને તેનું ગેરેજ લક્ઝરી કારથી ફૂલી લોડેડ છે. પરંતુ હાલમાં જ ઈશા અંબાણી એક ખાસ કારમાં જોવા મળી હતી જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ કાર બેન્ટલેની બેંટાયગા એસયુવી છે અને આ કારની ખાસિયત વિશે વાત કરીએ તો તે કાચિંડાની જેમ કલર બદલે છે. આ કારની ખાસિયત તેના પર લગાવવામાં આવેલો રૈપ છે, જે એકદમ ખાસ છે અને રંગ બદલી શકે છે.

આ પણ વાંચો : દાદા Dhirubhai Ambaniની સ્કૂલના ફંક્શનમાં આટલો સસ્તો ડ્રેસ પહેરી પહોંચી Isha Ambani…

હકીકતમાં તો આ કારનો રંગ સફેદ છે, પરંતુ તેના પર લગાવવામાં આવેલા રૈપને કારણે તે છાંયડામાં ડાર્ક સ્કાય બ્લ્યુ, તડકામાં બ્લ્યૂ, લીલી અને જાંબુળી રંગની દેખાય છે. ઈશા અંબાણીની આ કારમાં વી8 એન્જિન લગાવવામાં આવ્યું છે જે 542 હોર્સપાવર અને 770 એનએમ ટોર્ક જનરેટ કરે છે. રૈપની વાત કરીએ તો તે કાર પર લગાવવામાં આવેલી એક ટ્રાન્સપરન્ટ શિટ છે અને એમાં વિવિધ રંગના કણ હાજર હોય છે.

વાત કરીએ કાર કઈ રીતે કલર બદલે છે એની તો પેન્ટ રૈપ પર રહેલાં વિવિધ રંગ તડકામાં કે છાંયડામાં અલગ અલગ પ્રકારે ચમકે છે અને એને કારણે કારનો રંગ બદલાયેલો બદલાયેલો દેખાય છે. એક રિપોર્ટમાં આ કારની કિંમત વિશે કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો તેની કિંમત આશરે ચાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મેટ્રો સિટીમાં આટલી કિંમતમાં તો બે-ત્રણ ટુબીએચકે આવી જાય. ભાઈસાબ આ તો અંબાણીઝ છે એમની તો કંઈ વાત થાય, પૈસા એટલા છે કે ક્યાં અને કઈ રીતે વાપરવા એ આ લોકો માટે સવાલ છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button