Video: કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ, મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા…
કઝાકિસ્તાનમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે, જેમાં મોટી સંખ્યામાં જાનહાની થવાની શક્યતા છે. કઝાકિસ્તાનની ઈમરજન્સી મીનીસ્ટ્રીને ટાંકીને બુધવારે રશિયન અહેવાલોએ માહિતી આપી કે, કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એરપોર્ટ પાસે ક્રેશ (Kazakhstan plane crash) થયું છે.
અહેવાલ મુજબ આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હતું. વિમાન રશિયાના ચેચન્યાના બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેને પાછું મોકલવામાં આવ્યું હતું.
કેટલાક અહેવાલો અનુસાર અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ 8243માં 72 લોકો સવાર હતા. મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા છે. જોકે જાનહાની અંગેના સત્તાવર અહેવાલ હજુ મળ્યા નથી.
આ પ્લેન ક્રેશનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. વિડીયોમાં જોઈ શકાય કે પ્લેન આકાશમાંથી ઝડપથી જમીન પર તૂટી પડે છે અને ભયાનક આગ ફાટી નીકળે છે.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ 8243માં 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સ હતાં. જો કે, અઝરબૈજાન એરલાઇન્સ તરફથી આ દુર્ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.