સાતમી પાસ વ્યક્તિ નીકળ્યો ફ્રોડનો માસ્ટરમાઈન્ડ, બે મહિનામાં રૂ.ત્રણ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા…
ભોપાલઃ ટેક્નોલોજીનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ચોર, ગઠિયાઓ અને ફ્રોડ કરનારાઓ પણ વધુને વધુ હોંશિયાર અને ટેક સેવી થતા જાય છે. છેતરપિંડી બંધ કરવાના જેટલા રસ્તા શોધી કાઢવામાં આવે છે, તેમ તેમ ફ્રોડ કરનારાઓ પણ ફ્રોડ કરવાની અલગ અલગ રીતો શોધી કાઢે છે. આવો જ એક સાયબર ફ્રોડનો મામલો હાલમાં મધ્ય પ્રદેશના ભોપાલથી જાણવા મળ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ ફ્રોડનો માસ્ટર માઇન્ડ માત્ર સાતમુ ધોરણ જ પાસ છે. આપણે આ વિશે વિગતે જાણીએ.
આ પણ વાંચો : બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘૂસાડનારી ગેંગનો પર્દાફાશઃ 11 પકડાયા…
ભોપાલની પોલીસે સાયબર છેતરપિંડી કરનારાઓને એકાઉન્ટ્સ વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે જેનો માસ્ટરમાઈન્ડ સાતમું ધોરણ પાસ છે. આ છેતરપિંડીમાં તેની લિવ -ઇન પાર્ટનર પણ સામેલ છે. તેના બેંક ખાતામાં બે મહિનામાં ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. તેની પાસેથી ત્રણ કાર્ડ સ્વાઇપ મશીન, 6 મોબાઇલ ફોન, 34 ક્રેડિટ ડેબિટ કાર્ડ, 20 ચેક, 24 ચેકબુક, 6 પાસ બુક, સિમ રેપર, 77 સિમ કાર્ડ, 2 ડાયરી, 1 કોપી, 12 એટીએમ, પિન રેપર, 1 લેપટોપ મળી આવ્યા હતા.
આ આરોપીઓ આધાર અને પાન કાર્ડ, ગુમસ્તા લાયસન્સ બનાવવાનું કામ કરતા હતા. આ બહાને તેઓ ગરીબ મજૂરોના દસ્તાવેજો મેળવી લેતા હતા અને છેતરપિંડી કરીને તેમના ખાતા ખોલાવતા હતા. આ પછી આરોપીઓ આ બેંક ખાતાઓને દેશભરના સાયબર ફ્રોડ કરનારાઓને વેચતા હતા. આ ફ્રોડનો મુખ્ય આરોપી મુખ્ય આરોપી રાહુલ શ્રીવાસ્તવ ઉર્ફે બબલુ 42 વર્ષનો છે અને માત્ર 7મા સુધી ભણ્યો છે.
રાહુલ ખાતું બંધ કરાવવા માટે ફાટેલા કપડા પહેરીને બેંક પહોંચ્યો હતો. છેલ્લા 3 મહિનામાં તેના ખાતામાં 3 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, તેથી બેંક અધિકારીઓને શંકા ગઇ હતીઅને તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ખાતાધારકની અટકાયત કરીને પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પોલીસ તપાસમાં રાહુલે જણાવ્યું હતું કે તેણે તેને રાયસેન જિલ્લાના રહેવાસી ઘનશ્યામ સિંગરોલે રૂપિયા 45 હજારમાં બે બેંક એકાઉન્ટ વેચી દીધા હતા. આ વેચી દીધેલા ખાતાઓમાં, એક ખાતું તેનું છે અને બીજું ખાતું તેની પત્નીનું છે. તેણે એ પણ જણાવ્યું હતું કે આવી રીતે ખાતા વેચવાનો આઇડિયા તેને ઘનશ્યામે જ આપ્યો હતો. તેણે જેટલા ખાતાઓ વેચ્યા તેના માટે તેને કમિશન મળતું હતું. આ આરોપીઓએ અત્યાર સુધીમાં દેશભરમાં 120થી વધુ ખાતા વેચ્યા છે.
આ પણ વાંચો : ઉચ્ચ અધિકારીઓ માટે ED એ આપ્યા આદેશ, વિના કારણ ભારતીય ન્યાય સંહિતા 61નો ઉપયોગ કરવાની મનાઈ…
પોલીસે એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.